________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૩ ] આલાપક-પાઠને સંભાળ્યા વિના જ અત્યંત ગાઢ સંસ્કારના બલવડે જ ચંદનમાં જેમ સહજ ભાવે સુગંધ રહે છે, તે ન્યાયથી જિનકલ્પી અપ્રમાદી, સદ્ગુણગણાલકૃત સાધુઓ પણ ઉપદેશ દાન, ગોચરીગમન, પ્રતિકમણ અને વિહાર આદિ જીવનક્રિયાની પેઠે સ્વાભાવિક જ બને છે. તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીંયા દષ્ટાંત આપે છે. જેમ કુંભાર ઘટ-ઘડાને આકાર ઉતારવા માટે ચક ઉપર મૂકીને પ્રથમ તે ચકને દંડથી ભમાવે છે. ત્યારપછી દંડને છોડી દે છે, તે પણ તે ચકપૂર્વે આપેલા બ્રમણના સંસ્કારથી ભમ્યા જ કરે છે, તેમ જિનકલ્પી અપ્રમાદી સાધુઓ ને સંસ્કારના બળથી શાસ્ત્રના પાઠ સંભાળ્યાવિના સહજભાવે ફુરણાયમાન થાય છે, માટે અસંગાનુષ્ઠાનને અધિકાર અપ્રમાદી જિનકલ્પી સાધુઓને જ છે. તેમજ વચનાનુષ્ઠાન અને અસંગાનુકાનમાં ઉપર પ્રમાણે ભેદ સમજે છે ૬ (ડશક પ્રકરણ)
આ કારણને લીધે આ ચાર પ્રકારના અનુષ્ઠાનમાં આ અસંગાનુકાન પાસે (આત્મોપગની સમીપ) રહેલો હેવાથી અસંગાનુષ્ઠાન રૂપે છેલ્લો અનાલંબન યોગ થાય છે. તેનું લક્ષણ “સક્રયા થૈયાનાશ્વનો યોr; ” દ્રવ્ય અને ભાવરૂપ, બાહ્યાભ્યતરરૂપ, સચિત્ત અચિત્તરૂપદ્રવ્યને તેમજ ક્ષેત્ર,કાલ, ભાવ, નામ અને સ્થાપનાને મન, વચન અને કાયાની સાથે સંબંધ પ્રભુ મહાવીરની પેઠે ત્યાગવે તે અનાલંબન ચોગનું લક્ષણ જાણવું. ગવિંશિકામાં
For Private And Personal Use Only