________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૩ ]
જણાવ્યું છે માટે શુદ્ધકિયા અનુષ્ઠાનમાં રસ લેનાર ભવ્યાત્માઓએ સંવિગ્નપુરૂષોએ આચરેલ જીત–આચાર કલપને અનુસરીને ચાલવું એવી પરમેશ્વર જિનરાજની આજ્ઞા છે. ૪-પ-૬-૭-૮.
આ પ્રમાણ જ્ઞાનસારમાં જણાવ્યું છે માટે શાસ્ત્રાનુસારે ગીતા જે આજ્ઞા કરે તે પ્રમાણે ચાલવું. પુનઃ એક શંકા થાય છે કે–સર્વ પ્રકારના આદર બહુમાનપૂર્વક ક્રિયા કરવી એ વાતને તમે પૂરેપૂરો પક્ષ કરે છે, તે
હારે જણાવવું જોઈએ કે કિયા નહીં કરનાર પ્રાયશ્ચિત્ત જણાવે છે તેનું કેમ ? તે ગાથા આ પ્રમાણે છે
अविहिकया वरमकयं,असूयवयणं भणंति सव्वन्नू ।
पायच्छित्तं जम्हा, अकए गुरुयं कए लहुअं ॥ १॥ छाया-अविधिकृताद्वरमकृत-मसूत्रवचनं भणन्ति सर्वज्ञाः ।
प्रायश्चित्तं यस्मा-दकृते गुरुकं कृते लघुकम् ॥ १॥
અર્થ—અવિધિથી કરવા કરતાં નહિ કરવું તે શ્રેષ્ઠ છે એમ કહેવું તે સૂત્ર વિરૂદ્ધ વચન છે એમ સર્વજ્ઞ પુરૂષો જણાવે છે. વળી તેઓ કહે છે કે- જે ધર્મક્રિયા કિંચિત્માત્ર પણ કરતા નથી તેને મહાન પ્રાયશ્ચિત્ત છે અને જે અવિધિથી કરે છે તેને લધુ થોડું પ્રાયશ્ચિત્ત લાગે છે. એના ઉત્તરમાં કહે છે કે-એ વચનનો આશય અવિધિની પ્રવૃત્તિની સ્થાપના (સિદ્ધિ) કરવા માટે નથી, પરંતુ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરાવવા માટે છે. તેમાં અનાભોગ
For Private And Personal Use Only