________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૯ ] मूलम्-जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कार्यति ।
सुव्वइ विरई ए इमं, ता सम्मं चिंतियवमिणं ॥१३ छाया-ये देशविरतियुक्ता, यस्मादिह व्युत्सृजामि कायमिति ।
श्रूयते विरताविदं, तस्मात्सम्यक् चिन्तितव्यमिदम्।।१३
અર્થ-જેઓ દેશવિરતિથી યુક્ત છે તેઓ જ ચૈત્યવંદન આદિ ધર્મનુષ્ઠાનમાં ગ્ય છે, કારણ કે-“વોસિરામિ ક્રાયમ્ ” આ પ્રતિજ્ઞા વિરતિવંતને જ સંભવે છે, અન્યને સંભવતી નથી, એમ સાંભળ્યું છે માટે તે બાબતને સારી રીતે વિચાર કરવો જોઈએ. મે ૧૩
ભાવાર્થ-જે પુરૂષે દેશવિરતિવંત હોય એટલે પાંચમા ગુણસ્થાનકને યોગ્ય પરિણામવાળા હોય અર્થાત્ સમ્યગદર્શનથી યુક્ત સ્થૂલથી પ્રાણાતિપાત વિરમણ અણુવ્રત આદિ બાર વ્રત ધારણ કર્યા હોય તેઓ જ આ પ્રમાણે ચિત્યવંદન પ્રતિકમણ આદિમાં “પાઉં વારિifમ” પાયે યુનાઈમ-કાયાને અશુભ વ્યાપારમાંથી નિવૃત્ત કરું છું, આવી પ્રતિજ્ઞા કરી શકે છે. અમોએ પરંપરાથી સાંભળ્યું છે કે-કાયાને અશુભ વ્યાપારમાંથી મુક્ત કરું છું આ પ્રતિજ્ઞા જેમાં વિરતિ હોય તેઓમાં જ સંભવે જ્યાં વિરતિ ન હોય ત્યાં તે સંભવે નહિં, કારણ કે તેમાં કાત્સગને અસંભવ હોવાથી. વળી ચૈત્યવંદન, પ્રતિક્રમણ અને પૌષધ આદિમાં કરાત કાઉસ્સગ્ન મન, વચન અને કાયાની ગુપ્તિરૂપ (અશુભ
For Private And Personal Use Only