________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ] दिव्यभोगाऽभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्येव, कालान्तरनिपातनात् ॥ ३॥
અર્થ-આ લેકના ફલની ઈચ્છા ન રાખનાર એવા પણ જે પરલોકમાં સ્વર્ગના દિવ્ય ભોગની ઈચ્છા રાખીને કિયા અનુષ્ઠાન કરે તેને વિદ્વાન્ પુરૂષે ગર (ગરલ) અનુષ્ઠાન કહે છે. વિષ તુરત મારે છે અને ગરલ કાલાંતરે મારે છે એટલે જે વિષક્રિયા છે તે તુરત જ અનર્થોત્પાદક નિવડે છે અને ગરલ કિયા ભવાંતરે (કાલાંતરે) અનર્થદાયક થાય છે.
अनाभोगवतश्चैत-दननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद्यथोदितम् ॥ ४ ॥
અર્થ-મોક્ષાદિક ફળમાં જેનું લક્ષ નથી તેવા માણસનું અનુષ્ઠાન સદુઉપગ ન હોવાથી અનુષ્ઠાન કહેવાય છે. મૃગી વાયુ તથા સંનિપાતના રોગવાળા પુરૂષને ઈરછા વિના જેમ હલનચલનની કિયા થાય તેની પેઠે સદનુષ્ઠાનમાં ઉપયોગ વિના ફક્ત કાયાથી ક્રિયા થાય તે નિષ્ફળ છે તેથી તેને અનનુષ્ઠાન કહે છે.
एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः ॥५॥
અર્થ–પ્રથમ ધર્મ પામવાની અવસ્થામાં દેવપૂજા, ગુરુભક્તિ અને સંઘ વાત્સલ્યાદિ રામાનુષ્ઠાન પર બહુ પ્રેમ હોવાથી સંસાર છોડવાની ઈચ્છા થાય, વળી મેક્ષ
For Private And Personal Use Only