________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧ ]
પ્રવૃત્તિરૂપ સ્થાન આદિ પેગની આરાધના અતિચારવાળી હોવાથી બાધકની ચિંતાવાળી હોય છે, પ્રાથમિક અભ્યાસ યુક્ત હેવાથી અને સ્થિરયોગમાં તે સ્થાનાદિકને અભ્યાસ અતિ દૃઢ થએલ હેવાથી ચિત્તનો આર્ત તથા રૌદ્રધ્યાનનો સંસર્ગ બંધ થાય છે, તેથી પ્રતિબાધક થએલ છે. એવા પ્રકારના સ્થાનાદિ વેગ અતિ શુદ્ધતાવાળા થાય છે, તે નિત્યને અભ્યાસ વધવાથી પુદ્ગળ ભાવની લાલચરૂપ બાધક ભાવ સ્થિરગિમાં નથી. અતિચારરૂપ બાધકની ચિંતા વિના સર્વ
સ્થાનાદિ યુગના આરાધકે ઉપશમ ભાવરૂપ ફળને પ્રાપ્ત કરવા છતાં પરાર્થ સાધક થાય છે. પોતાના શિખ્ય અગર બીજા જેઓ સ્થાનાદિ ચેગની સાધના કરતા હોય તેમાં તેઓને જે વિઘો આવતાં હોય તેમને પોતાની સિદ્ધિવડે દૂર કરી સમાન ફળવાળા સિદ્ધ બનાવે તેવું જેનું સ્વરૂપ છે તેને સિદ્ધયોગ કહેવાય છે. સ્થાનાદિ યેગના અભ્યાસના બળથી અહિંસાભાવ જેમને સિદ્ધ થાય છે તેવા તીર્થકર અથવા લબ્ધિવંત મુનિ વિગેરેની પાસે જન્મથી હિંસક પ્રાણીઓ પણ હિંસા કરી શકતા નથી, એટલું જ નહીં પણ તેમની દૂર ભાવના પણ ન થાય છે. તેમજ સત્યભાવની તથા અચૌર્યભાવની સિદ્ધિ કરનાર યોગી પાસે કોઈ અસત્ય બેલી શકતું નથી કિવા ચોરી પણ કરી શકતું નથી.
પરમ શુદ્ધ બ્રહ્મચર્ય જેણે સિદ્ધ કર્યું છે તેવા બ્રહ્મચારી યોગીની પાસે કોઈ અનીતિ પણ કરી શકતું
For Private And Personal Use Only