________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૪ ]. પ્રગટ થાય છે, તેથી એમ નિશ્ચય થાય છે કે અધ્યાત્મ (જ્ઞાન) આદિ ગની પ્રવૃત્તિ ચારિત્રની પ્રાપ્તિના આરં. ભથી પ્રગટ થાય છે. એ માટે ગબિંદુમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે –
देशादिभेदतश्चित्र-मिदं चोक्तं महात्मभिः । अत्र पूर्वोदितोयोगोऽध्यात्मादिः संप्रवर्त्तते ॥
અર્થ-અધ્યાત્મવેગી પરમ મહર્ષિ જણાવે છે કે અહિં દેશથી અને સર્વથી એમ બે પ્રકારના ચારિત્ર ચારિત્રાવણીય કર્મના વિચિત્ર પ્રકારના ક્ષયોપશમભાવવડે અનેક પ્રકારનાં છે. તેમાં અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિ સંક્ષય આ પાંચ અધ્યાત્મ આદિ પ્રવર્તે છે. અધ્યાત્મપિતાને ચગ્ય ધર્મ પ્રવૃત્તિથી યુક્ત વ્રત, પ્રત્યાખ્યાન પાળતે છતો મત્રી, પ્રમેહ, કારૂણ્ય, માધ્યસ્થ આદિ ભાવયુક્ત જીવાદિ તત્વને શાસ્ત્ર વડે વિચારે-ચિંતવે (૧) ભાવના-અશુભ માનસિક પ્રવૃત્તિઓને રોકવાને અભ્યાસ કરે અને અધ્યાત્મભાવને જ નિત્ય વધારો કરે (૨) આધ્યાન–પ્રશંસવા ગ્ય જિનપ્રતિમા, જિનગુણચિંતવન, અધ્યાત્મ સ્વરૂપ વિચારણા, જિનનામ આદિમાંથી એક અર્થને લક્ષ કરીને, હલનચલન કર્યા વિના કાયાને સ્થિર કરીને ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિપદીવડે મનને અતિસૂક્ષ્મ ઉપગવાળું કરે તેને આધ્યાન કહે છે. (૩) સમતા-અજ્ઞાનભાવથી કલ્પના કરેલા ઈષ્ટ અથવા અનિષ્ટ સંકલ્પવિકલપિને ત્યાગ કરે,
For Private And Personal Use Only