________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ] આદિ પાંચ શુભાશ સત્ય ધર્મની પુષ્ટિ કરે છે, ધર્મ એટલે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, માયા, હિંસા, મેહ, અજ્ઞાન, દીનતા અને ભય આદિને વિનાશ કરીને શુભ. પુદયની પુષ્ટિ તેમ ઘાતકર્મ અને જ્ઞાનાવરણીય
આદિ પાપકર્મને કંઈક ક્ષયોપશમ કરવારૂપ શુદ્ધિનિર્મળતા એમ બંને સફલ થાય છે તે શુદ્ધિ અને પુણ્યના યોગે સમગ્રઘાતિ કમને વિનાશ થઈ કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે, શુભાશયના સંબંધ વિનાની એકલી ક્રિયા મોક્ષ માર્ગરૂપ ફળ આપતી નથી, તેથી એ જ નિશ્ચય થાય છે કે પ્રણિધાન આદિ શુભાશય સાથે હોવાથી સર્વ ધર્મ વ્યાપાર અતિશય શુદ્ધ થાય છે. તેથી તેઓને યોગ કહેવામાં આવે છે, તો પણ સર્વ દર્શનકારોએ જે સંકેતવડે યોગ એળખાવ્યો છે, તે વિશેષ પ્રકારના સ્થાનકોને પ્રાપ્ત થયેલ ધમને જે વ્યાપાર તે યોગ કહેવાય એમ કહેવાની ઈચ્છા ગ્રંથકાર કરે છે, તે સ્થાને આ શુભાશય સ્થાનેથી જુદાં જ છે અને તે ચોગપદવડે ઓળખાય છે એમ જાણવું.
હવે તે સ્થાન કયાં કે જેમને યોગ કહે છે અને તેના કેટલા ભેદ છે તે જણાવે છે - मुलम्-ठाणुन्नत्थालंबण-रहिओ तं तम्मि पंचहा एसो।
दुगमित्थकम्मजोगो, तहा तियं नाण जोगोउ ॥ २ ॥ छाया-स्थानोार्थालम्बन-रहितस्तन्त्रेषु पञ्चधा एषः ।
द्वयमत्रकर्मयोग-स्तथा त्रयं ज्ञानयोगस्तु ॥२॥
For Private And Personal Use Only