________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાદિક જ્ઞાનવંત અને તપસ્વી આદિને વિનય, વિયોવૃત્ય
અને બહુમાન કરવું. આપણાથી ઓછા ગુણવાળા તથા નિર્ગુણ અને દુઃખી જનો ઉપર દયા કરવી–તેમનાં દુઃખ દૂર કરવા બનતા ઉપાય કરે તેમજ મધ્યમ ગુણવાળા જીવાત્માઓને ગ્ય દાન, માન અને સત્કાર કરે. વળી આર્થિક આફતમાંથી ઉદ્ધાર કરે. આવા ઉપકાર પ્રાયઃ તત્કાળ ફળદાયક થાય છે તેથી આપણ ને તથા આપણા જેવા હીણ અગર નિર્ગુણ જીવાત્માએ અહિંસા, સત્ય આદિ સમ્યક્ત્વ યુક્ત ગુણેને પ્રાપ્ત કરે છે. તેને સિદ્ધિ શુભાશય કહે છે.
હવે વિનિયોગ સ્વરૂપ જણાવે છે - सिद्धेश्वोत्तरकार्य, विनियोगोवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसंपत्त्या, सुन्दरमिति तत्परं यावत् ॥ ८ ॥
અર્થ-જેમને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આદિ ગુણોની પ્રાપ્તિરૂપ સિદ્ધિ શુભાશય પ્રગટ થયે હેય તેઓએ બીજા જીવાત્માઓને સમ્યકત્વ અને અહિંસા વિગેરેથી થતા ફાયદા-ફળ સમજાવવા ઉપદેશ આપીને પોતાના જેવા ગુણવંત બનાવવા ઉપાય કરવા જોઈએ જેથી સંપ્રતિ મહારાજાની પેઠે ઉત્તરોત્તર જન્મમાં શ્રેષ્ઠ સંપત્તિ અને અંતે મોક્ષસુખની પણ પ્રાપ્તિ થાય છે, આ શુભાશયને વિનિયોગ કહે છે. બીજામાં શુભ ગુણસ્થાપન કરવાં એમ પણ થાય છે તે પણ યથાર્થ છે. અહીંયા પાંચ શુભાશ કરવાનું તાત્પર્ય કહે છે-આ પ્રણિધાન
For Private And Personal Use Only