________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-વિદન જય ત્રણ પ્રકાર છે. હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ. જગતમાં મનુષ્યને આ ત્રણ પ્રકારનાં વિ આવે છે. તેમને જીતવાના ઉપાય પણ ત્રણ પ્રકારના હોય છે, તે દૃષ્ટાંતદ્વારા જણાવે છે. કેઈ માણસ પોતાના ઈષ્ટ. સ્થાનમાં જવા માટે નીકળ્યો. ચાલતાં ચાલતાં કાંટાકાંકરા વિગેરેથી વ્યાસ ખરાબ રસ્તે આવ્યા. તેમાં ચાલતે તે મુસાફર મહાસંકટમાં આવી પડ્યો જેથી ઈષ્ટ સ્થાનમાં જતાં તેને વિદન આવ્યું, પણ તે કંટક-કાંટાકાંકરને સાવચેતીથી દૂર કરીને તે નિશ્ચલ ભાવે ચાલ્યો જાય છે તે છેવટે પિતાના ઈષ્ટ સ્થાનમાં પહોંચે છે. તે જ પ્રમાણે મેક્ષમાગે ગમન કરનાર માણસને કાંટા અને કાંકરા સમાન સુધા-ભૂખ, તૃષા-તરસ, તાપ અને શીત આદિ અનેક પરીષહે વિજ્ઞભૂત થાય છે. તેથી નિરાબાધ પ્રવૃત્તિ કરી શકતો નથી, પરંતુ તે બાવીશ પરીષહોને સહન કરવાને મનમાં નિશ્ચય કરી તેમને સહન કરનાર અપ્રમત સાધુ આકુળવ્યાકુલ થયા વિના જ મેક્ષમાર્ગમાં ગમન કરી શકે છે, તેથી આ પ્રથમ લઘુવિનજય કહ્યો છે.
હવે બીજે વટેમાર્ગુ પિતાના ઈષ્ટ સ્થળે જવા ગમન કરે છે. તાવ, લુઓ અને કોલેરા વિગેરે રોગોથી અત્યંત પીડાતા હોવાને લીધે જલદી જવાની ઈરછા હોવા છતાં પણ ગમન કરવાને તે શક્તિમાન થઈ શકતો નથી. આ વિન કાંટાના વિદનથી અધિક બળવાન છે. તેને સુદર્શન ચૂર્ણ ઔષધોથી અગર ઉપવાસ વિગેરે ઉપાયોથી દૂર કરી ઈ.
For Private And Personal Use Only