________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર ) સર્વે દે તથા ઈકો, ચકવર્તી, રાજાઓ, મનુ વગેરે જે પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા કરે છે, આજ્ઞા મુકુટની પેઠે, ધારણ કરે છે તેથી તે પરમાત્મા મહાન ઈશ્વર છે તેથી તેઓ મહેશ્વર કહેવાય છે. (૫) મહાધાર-પરમાત્મા સર્વથા નિરાવરણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ રૂપ ગુણે તથા ભૂત, ભાવી, વર્તમાન સર્વ પર્યાયની વર્તમાના આધારરૂપ હોવાથી મહાધાર કહેવાય છે. (૬) અયુતાનંદ-નરંતર શાશ્વત આનંદ અનુભવતા હોવાથી, તથા જન્મમરણના દુઃખને સર્વથા અભાવ હેવાથી, પરમાત્મા અયુતાનંદ કહેવાય છે. (૭) જગદીશ્વર-સર્વ જગતના જીનું દુર્ગતિથી રક્ષણ કરતા હોવાથી પરમાત્મા જગદીશ્વર કહેવાય છે. (૮) શિવ-પરમાત્મા સર્વ ઉપદ્રવને નાશ કરીને સર્વ જીવને નિરામય કરવાની પ્રવૃત્તિ કરતા હોવાથી શિવ કહેવાય છે. (૯) સ્વયંભૂ પરમાત્મા સર્વ ઘાતિકર્મને નાશ કરી પિતાની સ્વયંશક્તિ પ્રાપ્ત કરે છે. તે કોઈની સહાયતા વિના કેવલજ્ઞાન દર્શનમય ગુણ ને પ્રગટાવે છે તેથી તે સ્વયંભૂ કહેવાય છે. (૧૦) શંકર-સર્વ ઉપદ્ર ભય, શેક, સંતાપને સમાવી સુખ આપે છે, તેથી પરમાત્મા શંકર છે. (૧૧) સદાશિવ-સર્વદા સર્વનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાથી તથા સ્વયં પિતે સર્વદા શાશ્વત આનંદ અનુભવતા હોવાથી પરમાત્મા તે સદાશિવ પણ કહેવાય છે. પરમાત્મા સર્વદા પિતાની શાશ્વત ત્રાદ્ધિને ભેગવે છે. જન્મ, જરા, મરઅને વિનાશ કરે છે, સર્વદા નિત્યસુખ આનંદને પ્રાપ્ત કરે છે, તેથી અનાસક્તભાવે તેમની ભક્તિ સેવા કરનારા અનુક્રમે
For Private And Personal Use Only