________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩રપ )
અર્થ–કમ એટલે આઠ કર્મ જ્ઞાનાવરણીયારીથી ઉત્પન્ન થયેલી ઉપાધિ છે ત્યાં સુધી જન્મમરણ અને ચારગતિરૂપ સંસારમાં રખડવાને સ્વભાવ એટલે જ્યાં વિભાવદશાના પર્યાયે વિવિધ થાય છે, પણ તેને ક્ષય કરવાથી આત્મા કેવળ દર્શનમય થઈને સ્વ સ્વરૂપમાં સ્થિર થાય છે માટે તેથી સર્વ ઉપાધિથી ભિન્ન આત્મા છે, તેમ નિશ્ચયથી જાણ. તેથી સેહં “તે પરમાત્મા છે તે હું સત્તાથી પરમાત્મા છું. મારે આત્મા અસંખ્ય પ્રદેશમય છે. નિરાવરણ દશામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અનંત વીર્યવાન હોવાથી અનંત ગુણપર્યાયવડે ઉત્પાદ, વ્યય એ જન્મમરણ તેને વારક સ્વયં હું છું આવી ભાવનાથી સ્વ–પરની વહેંચણી કરેતે સ્વગુણને અવલંબતે પુદ્ગલ ભાવના મેહને છેડતે એ આત્મા અભ્યાસના ચેગે સંસારથી મુક્ત થાય છે, માટે દેવ, ગુરુ, ધર્મ, દયા, ભકિત, તપ, જપ, ધ્યાન, સમાધિ, શાસ્ત્રાભ્યાસ કરતાં, ક્ષયે પશમ ભાવે પંચ મહાવ્રત આદરતાં, છ પ્રકારના જીની દયા કરતાં, સાત ભયને છતાં શરીર, ઘર, કુટુંબને મેહ ત્યાગ કરતાં, આત્મા અનુક્રમે સવિકલ્પનિર્વિકલ્પ ધ્યાન કરતાં, સર્વ કર્મમલને ધોઈ નાખીને શુકલ દયાનમાં ક્ષાયકભાવના ચારિત્રગમાં આવી સર્વથા નિ:કમકર્મ ક્ષય કરી કેવળ જ્ઞાનદર્શન, ધારણ કરીને નિજ સ્વરૂપ અવસ્થામાં સ્થિર થઈને વિચરે છે. तीर्थकरनामसज्ञं, न यस्य कर्मास्तिसोपि योगबलात् । उत्पन्न केवलःसन् सत्यायुषि बोधयत्युर्वीम् ॥४८॥
For Private And Personal Use Only