________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૩ ) નિત્ય એવા ધમએમાં ગુણના કમને અવસાન થાય છે, તે પણ યુક્તિ સંગત નથી. પશમભાવના ગુણ નષ્ટ થયે લાયકભાવે જ્ઞાનાદિ ગુણધમ અબાધિતરૂપે પર્યાયયુક્ત આત્મા અનુભવે છે. અને પુદ્ગલાદિકમાં તે તે પુદ્ગલેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને અનુભવ થ, મીલન વિખરણ થવું વગેરે ધર્મ અનુભવાય છે. સર્વ કર્મને ક્ષય કરીને મુક્ત થયેલા પુરુષ (સિદ્ધ પરમાત્માએ) માં વરૂપ માત્રથી સ્થિર હોવાથી તેમને ફૂટસ્થ નિત્ય કહેવામાં આવે છે. તેમાં સ્વરૂપની અસ્તિતા છે તે ક્રમે ક્રમે અનુભવાય છે.” આમ શ્રીમાન ભાષ્યકાર કહે છે તે પણ વિચારવા યોગ્ય છે. “પુદ્ગલેમાં પણ સ્વરૂપ અસ્તિતા છે કારણ કે તે પુદ્ગલે પણ સવરૂપને કદાપિ પણ ત્યાગ કરતા જ નથી. તેમાં જે સડન, પડન, પુરણ, ગલણ એ ધર્મો છે તેના ગુણને તે પુદ્ગલ છેડતા નથી તેમ આત્મા-પુરૂષ પણ પોતાને ધર્મ સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગરૂપ સ્વરૂપ ધમ ગુણને પણ ત્યાગ કરતો નથી, માટે તે બનેમાં પર્યાનું ઉત્પન્નત્વ, વિધ્વંસ સમાન ભાવે હેવાથી કોઈ પણ ગુણ પર્યાને સર્વથા અવસાનભાવ નાસ્તિત્વ નથી જ.” જે સ્થલ પુદ્ગલ કંધ રૂપ પર્યાયમાં દેખાય છે તે પણ પુદ્ગલ પરમાણુઓમાં અપેક્ષાએ સંભવે છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ ચાર પ્રકારની સ્થિતિનું વિચિત્રપણું છે. તે જૈન સ્પાદુવાદ રહસ્ય યુક્ત પ્રવચનથી જાણવા ગ્ય છે, માટે સર્વ ચેતન અચેતન દ્રામાં “કાફૂરથયો ગયુમ્ ઘાઘ”
For Private And Personal Use Only