________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬)
તામસૂ અને સાત્વિક એમ ત્રણને સરખો સહકાર હોય ત્યારે ધર્મ કરવાની ભાવના પ્રગટે, ગુરુપૂજા કરવી, પુન્ય બાંધવું, દાન દેવું અનેક પ્રકારના વિષય સંબંધી ભેગ ભેગવવા, શત્રુને મારવાની બુદ્ધિ થવી, અનેક રાજ્યને આધિપત્ય મેળવવું, શેઠાઈ ભેગવવી એવી અનેક પુદ્ગલ ભેગની ભાવના થાય છે, પણ તે ધર્મ મિશ્રિત થાય છે, તેના વેગે અહ૫, અને વધારાપણામાં અનેક વિચિત્ર કર્મને કરવાપણું થાય છે. મન તે રાજસૂ તામસૂ સરવના અસહકારમાં કામ કરતું નથી તેથી સર્વ મલરૂપ આત્માનું આવરણ ક્ષય થવાથી તેને માનસિક વ્યાપાર નથી રહેતું, તે કેવલ આત્મવરૂપનું ધ્યાન જે મન, વચનથી અગોચર આમસ્વભાવ એને જ પ્રગટે છે, માટે કેવલજ્ઞાનનું અનંત વસ્તુને-દ્રવ્યગુણ પર્યાયને જાણવા દેખવાપણું છે. એટલે દ્રવ્ય અનંત છે તે દ્રવ્યોમાં સ્વભાવ અનંતગુણ છે, ગુણ અનંતતાયે પર્યાય અનંતા છે, અગુરુલઘુ ભાવ પણ અનંત રહે છે, તે સર્વ કેવલજ્ઞાન, દર્શનથી જાણે-દેખે છે. જેમ ખજ (ખદ્યોત) પ્રાણી સૂર્યના અભાવમાં પિતાની શકિત પ્રમાણે પ્રકાશ કરે છે પણ તે પ્રકાશ સર્વ વસ્તુને દેખાડી શકતું નથી. તેમ માનસજ્ઞાન અ૯૫ પ્રકાશક હોવાથી સર્વ વસ્તુને વિષય કરી શકતું નથી. કેવલજ્ઞાન આત્મસ્વરૂપમય હોવાથી અને સર્વ આવરણને ક્ષયથી પ્રગટ થતું હોવાથી સર્વ રેય વસ્તુઓને જાણે છે, તે જ્ઞાન જ સૂર્ય સમાન પૂર્ણ પ્રકાશક છે માટે તે પ્રકૃતિથી થયેલું નથી. પ્રકૃતિથી થયેલું
For Private And Personal Use Only