________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ક્ષાયે લિન્ન ભિન્ન જ જાણવી. જો કે પ્રત્યેક આત્મા વ્યક્તિમાં પ્રવાહથી એક જણાય છે ખરો, તે પણ લિન્ન ભિન્ન કાલે ભિન્ન ભિન્ન ફળ વિપાકને અનુભવ કરે છે, માટે તે કર્મ પ્રવૃત્તિઓ
જુદી જુદી છે, એમ સર્વ કોઈએ માનવું જોઈએ, એટલે એ જ નિશ્ચય થાય છે કે આત્મા પૂર્વકાલે બાંધેલા કર્મના વિપાકો એક વખત શુભ બીજી વખત અશુભને વેદતે પૂર્વે શુભ પછી અશુભ પર્યાયને અનુભવે છે. તે જ કારણે દ્રવ્ય તથા પર્યાયમય સર્વ વસ્તુ માનવી, એમ જૈન સ્વાદુવાદ સિદ્ધાંત જણાવે છે. વસ્તુ પદાર્થોને ભાવ-સત્તા, અભાવ એટલે અસત્તા પણ દ્રવ્યપર્યાય સ્વરૂપ જ છે. જેમકે એક આમ્રફલમાં પૂર્વકાલે મધુરતાનો અભાવ હતો, ત્યાર પછી તેમાં કમેકમે મધુરતા આવી તે બહારથી નથી આવી પણ તેને યોગ્ય પવન, પાણી, જમીન, ખાતર વગેરેના અનુકૂલ સામગ્રીના સહકારથી આવી અને તેની ખટાશ નષ્ટ થઈ પણ કેરી દ્રવ્ય તેમાં કાયમ રહ્યું તેથી ભાવ તથા અભાવ દ્રવ્ય પર્યાયરૂપ જ સમજ, તેમ ન માનીયે તે અમુક અપાયવાળા પુન્યનું આ શુભ વા અશુભ ફળ છે, તેમ કેવી રીતે કહેવાય? આયેગી, આ સેવક, આ રાજા, આ શેઠ, આ ચેર, આ સજજન વગેરે વ્યવહારથી કહેવાય છે તે પણ સ્વાદુવાદસ્વરૂપ જૈન સિદ્ધાંતને અનુસારે–અપેક્ષાએ જ વ્યવહાર કરાય છે, એમ અનુભવી વિદ્વાને માને છે. જે ૪-૧૨ છે
-તે કચરતબા પુસ્નાતક છે ૪–૨૩ |
For Private And Personal Use Only