________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૩)
सूत्रं-कर्माऽशुक्लाऽकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥ ४-७ ।।
ભાવાર્થ_કર્મ-ક્રિયા તે ચાર પ્રકારની છે. શુકલશુભ (૧) કૃષ્ણ-અશુભ (૨) શુકલકૃષ્ણ-શુભાશુભ (૩) અને ચેથી શુકલાઅકૃષ્ણ-શુદ્ધ (૪) એમ ચાર પ્રકારની ક્રિયા છે તેમાંથી પ્રથમ ત્રણ પ્રકારની ક્રિયા સામાન્ય પ્રાણીઓમાં હોય છે. કેટલાક પરભવમાં સુખશાંતિ મળે તેવા હેતુઓ જીવદયા, સત્ય વચન, અચૌર્ય, પરદારત્યાગ વા બ્રહ્મચર્ય, દાન, વ્રત, નિયમ, પ્રભુપૂજા, સંઘભક્તિ વિગેરે સદાચારરૂપ શુભ-શુકલક્રિયા-કર્મને આચરીને પુન્યધર્મને પ્રાપ્ત થાય છે. જ્યારે કેટલાક છે, મિથ્યાત્વ, અવિરતિ કષાયથી યુક્ત થઈને હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ, કેધ, માન, માયા, લેમ, કામ વિગેરે કૃષ્ણ-અશુભ કર્મને સેવીને નરક પશુ વિગેરે દુઃખકર સંસારમાં ભમે છે. ત્યારે કેટલાક જીવે ઉપર કહ્યા તેવા જીવદયા વિગેરે શુભ તથા હિંસા, ચોરી વિગેરે અશુભ એમ મિશ્રભાવે શુભાશુભશુકલકૃષ્ણ કર્મ-ક્રિયાને પુન્ય પાપને જથ્થો મેળવીને સુખ તથા દુઃખને મિશ્ર ભેગ અનુભવે છે ત્યારે જેઓએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યેગના સ્વરૂપને દુષ્ટ જાણ પુદ્ગલભેગને જગતની એંઠ માની આત્માના સત્ય સ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વ આશ્રવને-શુભાશુભ કર્મ આવવાના કારણ જેમાં હોય તેવા માનના અધ્યવસાયને ત્યાગીને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણું, સમાધિ
For Private And Personal Use Only