________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬) ઉપજાવેલા છે તેમજ ઉત્કૃષ્ટ પુન્યદયના વિપાકે અરિહંતની
ઋદ્ધિ-સંપદા થાય એવા સમયે ચક્રવર્તીના ભેગને શુભ વિપાકેદયે અનુભવ કરાય, અને અશુભ કર્મને જે ઉત્કૃષ્ટ વિપાકેદય થાય ત્યારે સાતમી નારકી નીગેટ વિગેરેના દુઃખને અતિ ભયંકર અનુભવ થાય છે તે સર્વ કર્મવિપાકના ફલે સમજીને સુખમાં ગર્વ ન થાય અને દુઃખમાં દીનતા ન આવે તે વિચારવાનું જે થાન તે વિપાકવિચય કહેવાય છે, અને શું સંસ્થાન-લેકસ્વરૂપ વિચાર તે લોક-જગતના આકાર, અવસ્થાને વિચાર કરે. તે આવી રીતે-આ જગત ઊભા પુરૂષના આકારે સદા સ્થિર રહેલ છે. તેમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, કાળદ્રવ્ય તથા આત્મદ્રવ્ય અનંત છે. તે સદા પર્યાયથી ઉત્પત્તિ તથા લયભાવને ક્ષણે ક્ષણે પામવા છતાં દ્રવ્યથી શાશ્વત છે, દ્રવ્યથી અનંત પદાર્થોથી યુક્ત, ક્ષેત્રથી ચોદરાજપ્રમાણુ, કાળથી અનાદિ અનંત, ભાવથી અનંત સ્વભાવવાલે છે, તેમાં મારે આત્મસ્વરૂપ વિના બીજુ કાંઈ પણ સાધ્ય કરવા ગ્ય નથી, તે સંસ્થાન વિચય નામને ચે ભેદ ધર્મધ્યાનને જાણ. આવું જ્ઞાન, ધ્યાન અથવા વિવેકથી લાવના ઉત્પન્ન થતી હોવાથી તેને વિવેક જ્ઞાન કહેવાય છે. તેનું અંતિમ ફળ આ પ્રમાણે જાણવું. તે યેગશાસ્ત્રના દશમાં પ્રકાશમાં જણાવે છે–
धर्मध्याने भवेद्भावः, क्षयोपशमिकादिकः । लेश्याः क्रमविशुद्धाः स्युः, पीतपद्मसिताः पुनः ॥१६॥
For Private And Personal Use Only