________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૭)
સર્વ દેવ, ઈદ્રો, અપ્રસરાએ, દિકકુમારિકાઓ પાસે આવી નાચરંગ કરે, ભક્તિ કરે, હાવભાવ દર્શાવે કદાચિત તેના મનની શક્તિ જેવા ભોગ માટે પણ આદરપૂર્વક નિમંત્રણ કરે ત્યાં જે મુંઝાય ને ભેગની ઈચ્છા થાય અથવા સર્વ પિતાને આધિન છે તેવા પ્રકારને અભિમાન થાય તે યોગી વેગથી ભ્રષ્ટ થઈને સંસારમાં પડીને અનંતકાલીન દુઃખને પામે છે, માટે તેમાં મુંઝાવું તે અનિષ્ટ છે તેથી ગીએ સાવચેત રહેવું ૩-૫૧ सूत्रं-क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ।।३-५२॥
ભાવાર્થ-કાળને જે અતિ સૂક્ષમ ભાગ કે જેને ક્ષણ કહેવામાં આવે છે તે ક્ષણ, આવલી, લવ, મુહૂર્ત, ઘટી પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ આદિકાલને સૂક્ષમ દષ્ટિથી વિચારતાં તે પણ દ્રવ્યના પર્યાય રૂપ જ છે. દ્રવ્યમાં નવા પર્યાય-પરાવૃત્તિ થવી નવુજૂનું થવું નવા સ્વરૂપે ઉત્પન્ન થવું આવે જે અનાદિ કાલિન કમ છે તેમાં આ સારું આ ખરાબ એ મેહ ન થવા દે. આત્મસ્વરૂપના ધ્યાનમાં એક ક્ષણ પણ પ્રમાદ આળસ ન કરવી. કહ્યું છે કે-“ સમર્થ Tોય! મા મારે” હે ગૌતમ! એક ક્ષણને તે પ્રમાદ ન કરીશ. એમ આત્મસ્વરૂપનું અપ્રમત્તભાવે ધ્યાન કરતાગીને વપર-સ્વઆત્મદ્રવ્ય, પરપુદ્ગલ દ્રવ્યને સત્ય-યથાર્થ જાણે છે. શુદ્ધ દેવ. ગુરુ તથા ધર્મને જાણે છે, તેને સત્ય આત્મિક શ્રદ્ધારૂપ વિવેકજ્ઞાન સંપ્રાપ્ત થાય છે. તે વિવેકના જ્ઞાનથી ૧૭
For Private And Personal Use Only