________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર )
થાય છે. તેમજ અન્યના વિચારો જાણવાની શક્તિ આવે છે. હૃદયની સાત્વિકતા પણ પ્રગટે છે. વિચારોની જે પરંપરા આવે છે તેનું કારણ પણ અનુભવ થયેથી સમજાય છે તેમ મન પણ મળરહિત શુદ્ધ થાય છે, તેથી આત્મગુણ નિર્મળતાના યોગે વૃદ્ધિ પામે છે. હૃદયમાં જે જે જ્ઞાનને અનુભવ થાય તેની સત્યતા યથાર્થતા પણ માલુમ પડે છે. સંકલ્પ તથા વિકલ્પો. ના સમૂહને બંધ કરવાની કળા હાથ લાગે છે તેમજ હૃદયમાં ધ્યાન સંયમરૂપ સમાધિને અભ્યાસ વધારતાં રાજસ, તામસ ગુણને ક્ષય થાય છે, અને સારિવકતાની વૃદ્ધિ થાય છે, રાગદ્વેષ વિગેરે વિકારો નાશ પામે છે, આત્માની ઉગ્રતા વધે છે. ૩૪ सूत्र-सत्वपुरुषयोरत्यन्तासंकीणयोः प्रत्ययाविशेषोद्भोगः परार्थत्वात्स्वार्थसंयमात्पुरुषज्ञानम् ।। ३-३५ ।।
ભાવાર્થ–સાંખ્યમતે સત્ય બુદ્ધિ તથા પુરુષ–આત્મા એમ બન્ને વસ્તુ જુદી જુદી માની છે. તેમના મત પ્રમાણે આત્મા-પુરુષ એકાંત શુદ્ધ નિર્ગુણ છે અને બુદ્ધિ સત્વ, રાજસ, તામસ તથા સાત્વિક ગુણવાળી છે. અને પુરૂષઆત્માથી સર્વથા ભિન્ન છે. આવું તે બન્નેનું નિવૃત્વ હેવા છતાં પણ અનાદિકાલથી એક રૂપે સામાન્યપણું રહેલું છે તેથી અનાસકતપણાની શકિતથી ગીને પ્રતિભા જ્ઞાન થાય છે. બીજી રીતે શરીરમાં, ઇંદ્રિમાં, મનમાં હુંપણું થયેલું છે તેની અનુકૂળતા અને પ્રતિકૂળતાવાળા પદાર્થોમાં
For Private And Personal Use Only