________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર૮) તારે છે તે સદા નિશ્ચલતાભાવે ઉત્તરમાં જ રહે છે. તે ઉપર ત્રાટક વેગથી પ્રાણાયામયુક્ત સંયમ સિદ્ધ થાય ત્યારે જગતના સર્વ તારા, ગ્રહ, નક્ષત્ર વિગેરે અંતરિક્ષ વસ્તુની ગતિ આગતિ તથા તેનાથી ભવિષ્યમાં જગત ઉપર થનાર ઈષ્ટ અનિષ્ટ ભાવ-સ્વરૂપનું જ્ઞાન થાય છે. સૂર્ગ-નામ વાયદજ્ઞાન ને ૩–૨૧ /
ભાવાર્થ – નાભિ ઉપર ત્રાટક યુક્ત પ્રાણાયામથી સંયમ કરવામાં આવે તે કાય- શરીરની રચનાનું અનુભવ જ્ઞાન થાય છે, તેમજ માનસિક સંકલ્પવિક૯પ પણ નાશ પામે છે. મેં પણ એક અનુભવી ચેગી પાસે સાંહ્યું છે કે નાભિમંડલમાં જે બાર વર્ષ પયંત ત્રાટક કરી શકે તે સર્વ સિદ્ધાંત કે જે બાર અંગ દ્વાદશાંગી ચંદ પૂર્વ વિગેરે નામે સંધાય છે તે સર્વસૂત્રનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે-“નાભિચક્રમાં દયાન ધરવાથી કાયવ્યુહનું જ્ઞાન થાય છે. શરીરમાં અમુક અમુક નાડીઓ છે તે અમુક પ્રકારનું કાર્ય કરે છે તે તેના કાર્યથી જણાય છે, તેમજ મનમાં અનેક પ્રકારના વિકલ્પો સંકલ્પ પ્રગટે છે તેને પણ વિલય થાય છે. મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને વિવેકશકિત પ્રગટે છે. અન્ય મનુષ્યના સંકલ્પ જાણી શકાય છે. તેમજ તેથી જે જે વિચારે ઉત્પન્ન થાય છે તે પ્રમાણે સર્વ થતું દેખવામાં આવે છે. સમાન વાયુની સ્થિરતા થાય છે તેથી
For Private And Personal Use Only