________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જણાવ્યું તે પ્રથમ વર્ગ, અને (પરંપરાએ) મોક્ષના કારણ ભૂત થાય છે. ધર્મસ્થાનનું સ્વરૂપ કહ્યું, કારણ કે પુન્ય તથા નિર્જરા ધર્મધ્યાનથી થાય છે અને તે પરંપરા શુકલધ્યાનને પ્રાપ્ત કરાવીને મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. હવે મુક્તિમાં એકાંત કારણભૂત શુકલધ્યાનનું જે સ્વરૂપ સિદ્ધાંતમાં કહ્યું છે તે જણાવે છે. ૧ તેમાં પ્રથમ અધિકારી કોણ હોય તે જણાવે છે. ”
इदमादिमसंहनना, एवालं पूर्ववेदिनः कर्तुम् । स्थिरतां न याति चितं, कथमपि यत्स्वल्पसत्वानाम् ॥२॥
અર્થ –આ શુકલધ્યાનને પ્રાપ્ત કરવા માટે પ્રથમ વજીરૂષભનારા સંહનનવાળું શરીર અને દશપૂર્વાદિકનું અનુભવજ્ઞાન પ્રાય: સમર્થ કારણ બને છે. એવું જેને ન હોય તેવા અ૯૫ બળ તથા જ્ઞાનને અભાવ જ્યાં હોય તે આત્મા શુકલધ્યાનની શ્રેણને સ્થિરતા ધીરતા ધરી શકતું નથી.
धत्ते न खलु स्वास्थ्यं व्याकुलित तनुमतां मनो विषयैः। शुक्लध्याने तस्मानास्त्यधिकारोऽल्पसाराणाम् ॥३॥
અર્થ જે આત્માનું વિષયભેગાદિકમાં આસક્તિથી વ્યાકુલ ચિત્ત રહ્યા કરતું હોય તેવા મનુષ્યો અ૫ સત્વવાળા જીવે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી શકતાં નથી અર્થાત્ શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકતા નથી ચંચલ ચિત્તવાળા તથા અ૫ બલને કારણે વજીરૂષભનારા સંઘયણ ધરનારું
For Private And Personal Use Only