________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્વજ્ઞાન તરફ રુચિધારણ કરી તદનુસાર પ્રવૃત્તિ કરવા પ્રેરાય અને પરમ તવના ભક્તા બને. વિદ્વાનોએ પોતાના સાહિત્યને વિદ્વગ્ય અને સર્વ સાધારણ જન ભેચ બનાવવા બહુ બહુ રીતે પ્રયત્ન સેવેલા છે. બન્ને પ્રકારના તત્ત્વજિજ્ઞાસુઓ લાભ મેળવે તે હેતુથી દરેક પ્રકારના ગ્રંથની રચના કરી વાડ્મયની અપૂર્વ સેવા કરી છે. જિનેશ્વર દેવના સર્વશ્રેષ્ઠ અનુભૂત તને વિવિધ ભાષામાં સમજાવીને, શાસનપ્રિય બનાવવા અર્થે આચાર્યપુંગવોએ જે પ્રયત્ન કરે છે તે આવકારદાયક અને ધન્યવાદને પાત્ર છે. તદનુસાર જે જમાનામાં જે જે ભાષા પ્રિય હોય તે ભાષામાં તેના અનુવાદ આપવા તે તે પૂર્વ મહાપુરુષની સાચી સેવા છે. તેથી દેશના પુરાતન દાર્શનિક વિષયના ગ્રંથો માતૃભાષામાં જ પઠન પાઠન એગ્ય રચાય અને તે વિષયને જાણનારા પંડિતે આર્ય સંસ્કૃતિને પુનરૂદ્ધાર કરવા તરફ કટિબદ્ધ થાય. વળી મૂળ ગ્રંથો જેની મૌલિકતા છે તે તરફની શ્રદ્ધા કાયમ રાખી તદનુસારે પાઠશાળાઓમાં અને વિદ્યાપીઠમાં કામ કરનાર શિક્ષકવર્ગ પણ આવા માતૃભાષાના ગ્રંથોનું અધ્યયન શરૂ કરે તે માતૃભાષા પુષ્ટ થવા ઉપરાંત, લુપ્તપ્રાય દાર્શનિક શા અને આર્ય સંસ્કૃતિ પુનઃ નવજીવન ધારણ કરે અને વધુ ખેડાઈ ચિરસ્મરણીય બને તેથી જ રોગનિષ્ટ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાન્તસૂરિ આચાર્ય અદ્ધિસાગરસૂરિજીએ પાતંજલ ગદશનને ખૂબ વાંચી મનન
For Private And Personal Use Only