________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮ )
કર્યો તેવી વાત પુરાણના વ્યાખ્યાનેથી જણાય છે. શા
પ્રાણાયામ વિગેરે હગના અભ્યાસીઓ ઇદ્રિનો નિરોધ-સંયમ મનના-ચિત્તના નિરોધથી થવાનું માને છે તે સર્વથા એગ્ય નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પરમ ઈદ્રિયજ્યમાં નિશ્ચય ઉપાદેયપણું છે-કારં ગ ળરું મરું ઈત્યાદિ શ્વાસ આદિનો નિરોધ કાંઈ કરી શકતા નથી તેથી મન સ્થિર થતું નથી. એ પ્રમાણે આગમપાઠ હોવાથી રોગ સાધવામાં વિક્વરૂપ પ્રાયઃ થતું હોવાથી તે પ્રાણાયામ આદિ હાગને આવશ્યક સૂત્ર આદિ આગમમાં નિષેધ કરેલે છે, તેમજ પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન એગશાસ્ત્રના છઠ્ઠા પ્રકાશમાં જણાવે છે કે
तन्नाप्राप्नोति मनःस्वास्थ्यं, प्राणायामैः कदर्थितम् । प्राणस्यायमने पीडा, तस्यास्याचित्तविप्लवः ॥ ४ ॥ पूरणे कुम्भने चैव, रेचने च परिश्रमः । चित्त क्लेशकरणात्, मुक्तेः प्रत्यूहकारणम् ॥५॥
અથ–પ્રાણાયામથી કદર્થના પમાડાયેલું તે મન આરોગ્યતાને પામતું નથી કારણ કે પ્રાણ એટલે શ્વાસને યમન-jધન કરવામાં શરીરને તથા મનને પીડા થાય છે, તેથી ચિત્ત ડોળાઈ જાય છે પણ સ્થિરતાને નથી પામતું, તેમજ શરીરમાં પવનને પૂરક કુંભક કે રેચક કરતાં ઘણે પરિશ્રમ થાય છે તેથી ચિત્તને કલેશનું કારણ થતું
For Private And Personal Use Only