________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯),
કુંભક કરીને વળી ત્યાંથી મન તથા પ્રાણ વાયુને નાભિ કમલમાં લઈ જઈને રેચક કરે. આ પ્રાણવાયુની ધારણ પ્રાણાયમના પૂર્ણ પ્રાય અભ્યાસથી સિદ્ધ થાય છે. તેનું ફલ પગના અંગુઠે જંઘામાં, ઘુંટણમાં, સાથળમાં, ગુદામાં, લિંગમાં અનુક્રમે વાયુને ધારણ કરતા ચાલવામાં સારી ગતિ અને બલની પ્રાપ્તિ થાય છે. નાભીમાં ધારણ કરવાથી ઝેરી તાવ ઉતરે છે. જઠરમાં ધારણ કરવાથી મળ ઝાડે પેસાબ સાફ થાય છે અને શરીર શુદ્ધ થાય છે. હૃદયમાં ધારણ કરવાથી વિદ્યાવૃદ્ધિની શક્તિ પ્રગટ થાય છે–તર્ક વિદ્યામાં મન પ્રવેશી શકે છે કર્મ નાડીમાં ધારણ કરવાથી વૃદ્ધ યુવાન થાય છે કંઠમાં ધારણ કરવાથી ભુખ તરસ નાશ પામે છે જવાનાં ટેશે પવન ધારણ કરવાથી રસજ્ઞાન થાય છે નાસિકાના અગ્ર ભાગે ધારણ કરવાથી ગંધનું જ્ઞાન થાય છે. આંખમાં પ્રાણને ધારણ કરવાથી રૂપ જ્ઞાન થાય છે. કપાલમાં ધારણ કરવાના અભ્યાસથી અતિ ક્રોધને નાશ થાય છે. બ્રહ્મરંધ્રમાં પ્રાશને ધારણ કરવાથી મહાન યોગી પુરૂષ પરમાત્મ વતરાગ દેવ વિગેરેનાં પ્રત્યક્ષ દર્શન થાય છે મેં પણ એવું સાંભળ્યું છે કે એક શ્રાવક બ્રમરંધ્રમાં પ્રાણ ધારણ કરી ધ્યાનમાં સ્થિર થાવાને અભ્યાસ કરતા હતા ત્યાં જ્યારે એકાગ્રતા થતી ત્યારે શ્રી સીમંધર પરમાત્માનાં સમવસરણમાં બેસીને પરમાત્માની દેશના સાંભળતા દ્રવ્યાનુ વેગના રૂચિવત હોવાથી તેના પ્રશ્નોત્તરી કરતા પિતાને દેખતા. હદયમાં પ્રાણ તથા મન રોકવાનું અભ્યાસથી જ્યારે સિદ્ધ થાય
For Private And Personal Use Only