________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિગ (૩) સામગ એવી ત્રણ ભૂમિકાઓમાં વહેંચણી કરવામાં આવી છે.
યોગવિંશિકામાં ' યેગના અધિકારી ત્યાગીઓને જ માન્યા છે. અર્થાત ત્યાગભાવના જે મનુષ્યની પ્રબળ હોય તેને જ યોગને અધિકારી ગણેલે છે. વળી વેગને રોગ વિશિકામાં પાંચે આવશ્યક ક્રિયાઓની ભૂમિકાઓમાં વહેંચેલ છે. તે (૧) સ્થાન (૨) શબ્દ (૩) અર્થ (૪) સાલંબન (૫) નિરાલંબન નામથી પ્રસિદ્ધ છે. આ પાંચ ભૂમિકા પૈકીની પહેલી બે ભૂમિકાને સમાવેશ કર્યોગમાં કરેલ છે અને પાછલી ત્રણ ભૂમિકાને સમાવેશ જ્ઞાનયોગમાં કરેલ છે. પ્રત્યેક ભૂમિકામાં ઈચ્છા, ધૈર્ય અને સિદ્ધિરૂપથી આધ્યાત્મિક વિકાસના તરતમભાવનું પ્રદર્શન કરાવેલ છે, અને દરેક ભૂમિકાનાં લક્ષણ સ્પષ્ટ બતાવ્યાં છે. એ રીતે ઉપર કહેલ પાંચ ભૂમિકા અને તેની અંતર્ગત સ્થિતિએના ભિન્ન ભિન્ન પ્રકાર કરતાં (સંખ્યામાં) એંશી ભેદ થાય છે. આ લક્ષપૂર્વક વિચારવાથી દરેક સાધકને માલૂમ પડશે કે હું આત્મવિકાસની નિસરણના ઉપર જણાવ્યા પૈકીના કયા પગથિયે છું? ગવિંશિકા એ મહર્ષિ હરિભદ્રસૂરિજીની કૃતિ, મૂળ પ્રાકૃતમાં છે, પ્રમાણ અને વિષય તેના નામ ઉપરથી સમજી શકાય છે. વીસ ગાથાઓમાં એગ સંબંધી લખાયેલ આ એક નાને છતાં સુંદર ગ્રંથ છે. ગ્રંથકર્તાએ ભિન્નભિન્ન વિષય ઉપર, વીશ વીશ ગાથાઓ વિંશિકાઓમાં લખેલી છે, તે મૂળરૂપે પ્રગટ થયેલી જોવામાં આવે છે. તે સર્વ વિંશિકાઓમાં
For Private And Personal Use Only