________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
અર્થ–જે સાધુ વા શ્રાવકની તીર્થકર દેવપ્રણીત આગમ અંગ ઉપાંગાદિ શ્રતસાગર ઉપર અનન્ય ભક્તિ છે તે સર્વ સાધુ શ્રાવકને હે શ્રુતદેવતા ભગવતી ? જ્ઞાનાવરણીય કર્મ સમુદાયને વિનાશ કરવા માટે સહાય કરનારી થાય? અર્થાત શાસ્ત્રાર્થના કરનારની બુદ્ધિ પરોપકારિણી હોવાથી શાસનદેવ સહાયકારી થાય છે અને મન પ્રસન્ન થાય છે. તેમજ અનુભવજ્ઞાનથી આત્મશુદ્ધિ થઈને સ્વરૂપ રમણતા પ્રાપ્ત થાય છે. ૪૪
सूत्र-समाधिसिद्धिरीश्वरप्रणिधानात ॥२-४५।। ભાવાર્થ-ઈશ્વરના પ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થાય છે. અત્ર, ઇશ્વર, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેમ, કામ, અજ્ઞાન, મિથ્યાત્વ, હાસ્ય, રતિ અરતિ, ભય, સેગ દુર્ગચ્છા, ઈચ્છા, મેહ જેના નષ્ટ થયા છે. અને પૂર્ણ પારમાર્થિક જ્ઞાનપ્રગટ થયું છે જેથી સર્વજીને સત્ય મોક્ષમાર્ગને ઉપદેશ આપીને સંસારના દુઃખથી મુક્ત કરે છે તેવા સર્વજ્ઞ ઈશ્વર પરમાત્માની વિચારણું, તેમના નામનું રટણ, તેમના ઉપદેશેલા જ્ઞાન-દર્શનચારિત્ર ગુણમાં રમણતા કરવી તે સવે પરમાત્માના ધ્યાનપ્રણિધાન સ્વરૂપ જ છે. પરમ ગુરૂ બુદ્ધિસાગરસૂરિપ્રવર મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં જણાવે છે કે-“મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર, દર્શન શિવસુખકારી રે; દર્શન-સ્પર્શ અનુભવ થાતા, મંગલપદ તૈયારી રે. મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર ૧ જિનવર દર્શન દીઠું ઘટમાં, સ્થિરતામાં પ્રભુ મળી આ રે; પરમાલંબન ચેતન હેતુ નિજ ભાવે, ગુણ
For Private And Personal Use Only