________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯)
વસ્તુ કહેવાય તેને ગ્રહણ નહિ કરવાને જેને ઉત્કૃષ્ટ નિયમ છે તેવા પરમ શુદ્ધ ચિત્તવાળા મનુજોને પુન્યને
ગ જાગતાં સર્વ સંપત્તિઓ પિતાની મેળે સ્વયંવર કન્યાની પેઠે આવી મળે છે, દાસીની જેમ સેવા કરે છે. વળી અસ્તેય વ્રતધરને ભાવી તથા વર્તમાન કાલની સર્વ આપદા ઉપાધિ આદિ અનાથે દર જાય છે. તેમજ જગતમાં સાધુવાદ–સારી પ્રશંસા થાય છે. સર્વ સ્વર્ગાદિક સુખના સાધને તેના ચરણમાં આળોટે છે. માટે આ અચૌર્યવ્રત ધરનારને આ લેક પરલેકના સર્વ સુખો આધીન થાય છે. ૨– ૩૭ સૂચંદ્રાવતિgયાં વીર્થગ્રામર ૨-૩૮ છે.
ભાવાર્થ-બ્રહ્મચર્ય–શરીરથી વીર્યની રક્ષા કરવી તેથી મનની તથા શરીરની શકિત વધે છે. “બ્રહ્મચર્ય” પાલવાથી અનેક ફાયદા થાય છે, શરીરમાં તાકાદ આવે છે તેથી મનની શકિત વિકાસ પામે છે, મનની શકિત વધવાથી આત્માની શુદ્ધ ચૈતન્યશક્તિઓ કમે ક્રમે પ્રકાશ પામે છે, શરીર બળવાન રહે છે, બાલ વૃદ્ધ સ્ત્રી માતા બેન વિગેરે કુટુંબની આબરૂના રક્ષણ માટે લુચ્ચા બદમાશ વ્યભિચારીના બળવાન હુમલાને પાછા હઠાવે છે, આયુષ્ય નાશ પામતું નથી તેમજ બ્રહ્મચર્યના બળથી અઘરા તત્વવિચારણાવાળા શાસ્ત્રમાં પણ સહેલાઈથી પ્રવેશકરીને અનુભવ જ્ઞાન પામે છે તેમજ અનેક તત્ત્વગ્રંથને પણ શ્રીમાન હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરીશ્વર પરમગુરૂ શ્રી
For Private And Personal Use Only