________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨)
तेजम्बिनोमहावीर्याभवेयु ब्रह्मचर्यतः ॥ २ ॥
ગીઓને બ્રહ્મચર્ય એ ચારિત્રગના પ્રાણ સમાન છે, કારણ કે પરમ બ્રહ્મ-સચ્ચિદાનંદ (મોક્ષ)ની પ્રાપ્તિમાં એ બ્રહ્મચર્ય કારણ બને છે તે જ કારણથી બ્રહ્મચર્યને ધરનાર પુરૂષે, લેકથી પૂજાતા દેવદેવેંદ્ર ચકવર્તી રાજાઓને પણ પૂજનીય બને છે (૫) અપરિગ્રહવ-પરિગ્રહને ત્યાગ કરવો તે. જે જે વસ્તુ નજરે પડે તેના ભેગની વાંછા અજ્ઞાનતાના યેગે જીવને થાય તેવી વસ્તુને સંઘરવા માટે ઈચ્છા જાગે, તેમાં રાગ બંધાય, ધન, ધાન્ય સ્ત્રી, પુત્ર ઘર, જમીન, દાસ, દાસી, હાથી, ઘોડાગાડી યા પાલખી શિગેરેને મમત્વ મૂછભાવે સંગ્રહ કરાય તે પરિગ્રહ કહેવાય છે તેવી વસ્તુઓ ને ત્યાગ કરે તે દ્રવ્ય પરિગ્રહ કહેવાય. અત્યંતર ત્યાગ મૂચ્છ મમત્વ ન રાખવે તે ભાવપરિગ્રહત્યાગ કહેવાય છે. કહ્યું છે કે--નો પરિઘ વત્તો નારૂપુત્તે તારૂણા મુજી પરિમાહા કુત્તો સુવુ મસિળા ?! ધન, ધાન્ય, સુવર્ણ, રત્નદિ, માણિકય પરિગ્રહ કહેવાય છે તે સાચે પરિગ્રહ નથી પણ તે વસ્તુઓ પર મારાપણાની જે વૃત્તિ (બુદ્ધિ એ વસ્તુઓ મારી છે, બીજાને માટે ખપમાં ન જ આવે, મારે ભેગવવી જોઈએ તેવી જે બુદ્ધિરૂપ મૂછ તે જ સાચે પરિગ્રહ છે તેમ મહર્ષિ–ભગવાન જ્ઞાનપુત્ર મહાવીર દેવ કહે છે. આ જગતમાં મૂછ પરિગ્રહ મેટા દુઃખનું કારણું થાય છે. કપીલની પાઠે બે જ માસા માત્ર સોનાની વાંછાથી
For Private And Personal Use Only