________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
__परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसां । अभ्यायान्ति श्रियतेषां स्वयमेव स्वयंवराः ॥१॥ अनर्था दुरतो यान्ति साधुवादः पवर्त्तते । स्वर्णसौरव्यानि ढोकते स्फूटमस्तेयचारिणां ॥२॥
અર્થ–પારકું ધન ચોરવા, લુંટવા યા પડાવી લેવાને જેઓએ ત્યાગ કર્યો છે, પરદ્રવ્ય જેમણે માટીના ઢેફ સમાન ગયું છે તેવા શુદ્ધ ચિત્તવાળા મહાશયને લક્ષ્મી યંવરા કન્યાની પેઠે તેના ચરણમાં પોતાની મેળે આવી દાસીની પેઠે રહે છે–તેમજ સવે અનર્થો, વિદ્ગો પણ દૂર જાય છે. સર્વ જગ્યાએ સદુકીતિ ફેલાવે છે અને સ્વર્ગના સુખે પણ પ્રગટશે તે આવી મળે છે તેથી તે ચૌર્ય ત્યાગ કરવું. ચોર્ય કરનાર આ ભવ કે પરભવ દુઃખ પામે છે. તેવા આત્માને હંમેશા ભય, કોધ. હિંસા વિગેરે વૈરવૃત્તિ રહેતી હોવાથી આત્મસમાધી પામી શકાતી નથી.
(૪) બ્રહ્મચર્ય—મૈથુન ત્યાગ કરે તે આત્મચારિત્રના પ્રાણ સમાન છે. બ્રહ્માસ્થંથી ચિત્ત નિર્મળ થાય છે, અને પરમાત્માને પ્રત્યક્ષ થવામાં આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આયુષ્ય પણ દીર્ધકાળવાળું લાંબું થાય છે. દેવ ને માનવ પણ તેમને આધીન થાય છે. જગતમાં કોઈ તેને શત્રુ થતું નથી. કહ્યું છે કે –
प्राणभूतं चारित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ १ ॥ चिरायुषः संस्थाना द्रढसंहनना नराः ।
For Private And Personal Use Only