________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પ્રાણવાન છે–વીર છે એમ કહી શકાય. અને આવા પુરૂષ માટે યોગના ગ્રન્થ ખાસ ઉપયોગી છે. જૈન અને જેનેતર વિદ્વાનોએ અનેક ગ્રંથ રચ્યા છે. દરેકમાં કંઈ ને કંઈ નવીન દિશાસૂચન હોય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ યોગ વિષયમાં સર્વોત્કૃષ્ટ સાહિત્ય અધ્યાત્મપનિષદ દ્વારા પ્રગટ કરેલ છે. તેનું મનન કરી આચરણ કરનાર સાધકને નિષ્પક્ષપાત દષ્ટિ એ કહેવું પડે છે કે જગતવિખ્યાત સર્વ દશામાં “ગ”ની વ્યાપકતા સિદ્ધ કરી વિશ્વધર્મને ઝંડે ફરકાવનાર આ એક અદ્વિતીય પુરુષ થઈ ગયા. યોગ વિષયક ગ્રંથનું બારીક અવકન કરનાર વ્યક્તિને બાહ્ય વિષયો અને અન્તરંગ શત્રુઓને ભેદ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવાથી, આવી જિજ્ઞાસા પિષવા માટે સ્વકર્મ રોગનું પ્રથકકરણ કરવાને વિવેક સુજે છે. જ્યાં સુધી આવી વિવેક દષ્ટિને સતત ઉપયોગ ચાલુ રહે ત્યાં સુધી ગની સાધના સાધક કરી શકે. આ સાધક ધીમે ધીમે સતત અભ્યાસથી અપ્રમત્ત થઈ બાહ્ય વિષયની હયાતી છતાં આત્માભિમુખ થવાથી અર્થાત્ આત્માગમાં સ્થિર રહેવાની કુશળતા પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકે છે. જેમ જેમ આત્મવિચારમાં ઉપગની ધારા સતત્ વહેવરાવી શકે, તેવી સ્થિતિને સાધક પ્રાપ્ત થાય ત્યારે તે ઉપશમશ્રેણીની ઉમેદવારીને અધિકારી બને છે. આવી સ્થિતિએ પહેચેલ સાધકને અનાસક્ત કમગની સિદ્ધિ અનુકૂળ થવાથી
For Private And Personal Use Only