________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ભાવાર્થ-દ્રષ્ટા-આત્મા જ્ઞાનદશનાદિ ગુણસ્વરૂપ છે તે કારણથી સત્તાએ એટલે સ્વભાવથી શુદ્ધ છે તે પણ તે ગુણેને રાજસૂ, તામસૂ, સાત્વિક પ્રકૃતિમય કદલથી અવરાયેલા હોવાથી પિતાના સ્વરૂપને જાણતા નથી. આ અનાદિ કાલથી હોવાને કારણે બાહ્ય તન મન ઇદ્રિથી થતા અનુભવથી સુખ દુઃખને અનુભવે છે તે પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનો અંશ છેડો અવરા ન હોવાથી ક્ષુદ્રાવમાં હેવા છતાં પણ દુઃખત્યાગ કરવાની સુખના ભેગના આદરની વૃતિ કાયમ રહેલી છે, પરંતુ અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, અવિરતિના કલુષિત પરિણામથી અનેક પાપકર્મ કરીને દુઃખ-દુર્ગતિમાં જઈ પરાધીનતા ભેગવે છે, અને પોતાના શુદ્ધ સ્વરૂપ જે સત ચિત્ત આનંદમય છે તેને જાણતા નથી અને શ્રીમાન વિવેકાનંદસ્વામીજીએ જે ઈંદ્રનું દષ્ટાંત આપ્યું છે તેવી રીતે પરસ્વરૂપમાં સ્વભાન ભૂલી અનંત દુ:ખને અનુભવ કરે છે. તે ઈંદ્રનું દષ્ટાંત આ પ્રમાણે છે –
એક વખત દેને રાજા ઈંદ્ર પિતાના અસુરાદિ શત્રુથી ભય પામીને તે લેકે પિતાને હેરાન ન કરે એવા વિચારથી ભુંડનું સ્વરૂપ ધરીને ગંદા-ગેબરા તળાવમાં કાદવ કિચડથી શરીર લપેટીને રહ્યો હતો. ત્યાં આવતી ભુંડણ સાથે મેહના ઉદયથી કામાતુર થઈને વિષયભેગમાં પડ્યો અને કાલક્રમે પિતાના સાચા સ્વરૂપને ભૂલીને પિતાને ભુંડરૂપ માની તે ભુંડણીથી જે પ્રજા થઈ તેની સાથે રક્ત થયે. હવે જ્યારે અસુરે દેવ
For Private And Personal Use Only