________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
સિદ્ધસેનસૂરિદિવાકર જણાવે છે કે – भवबीजमनन्तमुज्झितं विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलेोऽसिनाधिकः समतां नाप्यति वृत्य वर्तसे ॥१॥
અર્થ––હે વીતરાગ પરમેશ્વર ! તમે જીવને અનંત દુઃખ દેનારા એવા અનાદિકાલથી અનુભવેલા ભવ-સંસારના કારણરૂપ રાગ, દ્વેષ, મેહ, માયા, કામ, ક્રોધ વિગેરે ભવબીજેને આત્મગુણશ્રેણીમાં ચઢીને લાયકભાવે યથાખ્યાત ચારિત્રગમાં આવીને ફેંકી દીધા તેથી તમે આત્માના મૂલ ગુણરૂપ જ્ઞાન દર્શન આનંદ કે જે અનાદિકાલથી ઢંકાયા હતા તેને પૂર્ણાવે-અંત વિનાની સાદિ અનંત ભાવે પ્રગટ કર્યા તેથી હે પ્રભુ પરમાત્મા પરમેશ્વર હવે તમારી દિવ્યકલા વધવાની નથી તેમ હીણ થવાની નથી; પરંતુ સદાકાલ સમત્વ ભાવે એકત્વ રૂપે તમે વર્તે છે તેથી જ તમે જગતજંતુઓને તારક-સંસારસમુદ્રથી તારનાર અને ધર્મમાં જીને સ્થાપન કરતા હોવાથી ધારક પણ કહેવામાં છે. અહિંયા અનંતકાલીન ભવબીજનું ફેંકી દેવું જે કહેવાય છે તે નિશ્ચયનયથી વિચારતા સંસારદુઃખનું કારણ છે. પરંતુ વ્યવહાર નથી પુન્ય તથા પાપ જીવોને સુખ દુઃખમાં કારણે થાય છે, માટે વિવેકપૂર્વક વિચારવાનું કે દુઃખના કારણભૂત પાપને ત્યાગ કરે અને સુખના કારણભૂત પુન્ય ધર્મને વ્યવહારથી આદર કર. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે કે
For Private And Personal Use Only