________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) અને વેદનીય કમને સમાવેશ જૈન દૃષ્ટિયે કર્મ સ્વરૂપને વિચાર કરતા થાય છે. ત્રણ જ પ્રકારના વિપાકે માનનારા પ્રત્યે અહીં યશોવિજય વાચકવર વિસ્તારપૂર્વક જણાવે છે કે આ વિષયમાં સાત બાબતે મતભેદ છે, (૧) ત્રણ પ્રકારના જ વિપાકે છે તે વાત જૈન દષ્ટિએ માન્ય નથી. (૨) કર્મના સમુદાયને બંધ તથા ફલને કમ એકસરખે હેય તે પૂર્વ કર્મને પુર્વ અનુભવ અને પાછલા કર્મને પાછળ અનુભવ થાય તે સંબંધી વિચાર (૩) વાસનાનું અનાદિપણું અને કર્મનું એકભવિપણું, વાસના અને કર્મથી ભિન્નપણું (૪) કર્મ સમૂહનું એક ભવિકપણું અને પ્રારબ્ધતા (૫) કર્મ સમુદાયનું ઉદ્ધ ન કરવાપણું મરણ ને છે પુર્વ ક્યા જન્મમાં કરેલા કર્મનું ફળ મરણ પછી નવીન ભવમાં મળે તે સંબંધી વિચાર (૬) મરણ સમયમાં કર્મ સમુદાયનું ફલ આપવામાં સમર્થપણું તે જ તેની મુખ્યતા છે અને ફૂલ આપવામાં અસમર્થ પણું તે તેની ગણતા છે. (૭) ગૌણ કર્મને પ્રધાન કર્મમાં પ્રવેશ થ, તે કર્મમાં એક રૂપે થવું, બદલાઈ જવું, એમ સાત વસ્તુમાં વિચાર કરવાને છે. તે આ પ્રમાણે–પ્રથમ (૧) જાતિ, આયુષ અને ભેગ એમ ત્રણ પ્રકારના જ વિપાક જે કહ્યા છે તેમાં પૂર્ણ પ્રમાણ નથી, પરંતુ તેથી અધિક પણ થાય છે, વૈદિક મત પ્રમાણે ગંગાના કાંઠે મરણ થાય એવા શુભ પુન્યને ઉદ્દેશીને ત્રણે કાલ સંધ્યા, ગાયત્રી, પૂજાપાઠ આદિ અનુષ્ઠાનથી ઉત્પન્ન
For Private And Personal Use Only