________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
૧૭ જેના ઉદયથી પોતે પર્યકાસન કરી બેઠાં છતાં સમચતુરર્સ ચારે
બાજુ સરખી આકૃતિ થાય અને પોતાનાં અંગુલ પ્રમાણુવડ એકસો ને આઠ અંગુલ પ્રમાણુ શરીર ભરાય તેને ઉત્તમ પુરૂષ કહે છે. એની પ્રાપ્તિ થાય છે તેને છ સંસ્થાનમાંનું પહેલું
સમચતુરઢ સંસ્થાન કહે છે. ૧૮ થી ૨૧. જેના ઉદયથી (૧૮) વેત, રક્ત, પીતરૂપ શુભ વર્ણ
(૧૯) એક સુરભિરૂપ શુભ ગંધ. (૨૦) અમ્લ, મધુર અને કષાયેલ રૂપ શુભ રસ. (૨૧) લધુ, મૃદુ, ઉષ્ણુ અને સ્નિગ્ધરૂ૫ શુભ સ્પર્શ. એ ચાર પદાર્થ પુણ્યપ્રકૃતિને અર્થે પ્રશસ્ત
જાણવા. એ વર્ણચતુષ્ક જાણવું. ૨૨ જેના ઉદયથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય છે, એટલે
જે શરીર લેહની પેઠે અતિ ભારે પણ નહીં, અને આકડાના તૂલની પેઠે અતિ હલકે પણ નહીં, કિંતુ મધ્યમપરિણમી
હોય તેને અગુરુલઘુ નામકર્મ કહે છે. ૨૩ જેના ઉદયથી બીજા બળવાનને અતિ દુઃસહનીય છતાં પોતે
ગમે તેવા બળિયાને જીતવા સમર્થ થાય છે તેને પરાઘાત
નામકર્મ કહે છે, ૨૪ જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસોચ્છાસ લઈ શકાય છે, પણ હર
કત આવે નહીં તેને શ્વાસોશ્વાસ નામકર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન્ન કર
વાના હેતુરૂપ તેજેયુક્ત શરીરની પ્રાપ્તિ થાય છે તેને આપ
નામકર્મ છે. ૨૬ જેના ઉદયથી ચંદ્રબિંબની પેઠે શીતળતાને ઉત્પન્ન કરવાના
For Private And Personal Use Only