________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથ્વીકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ બાવીશ હજાર વર્ષની હોય. અપકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ સાત હજાર વર્ષની હોય. અગ્નિકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ દિવસની, વાયુકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ દશ હજાર વર્ષ, બેઈદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ બાર વર્ષની, તેઈદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ ઓગણપચાસ દિવસની, ચરિદ્રયની ઉત્કૃષ્ટી સ્થિતિ છ મહિનાની, પચેંદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પપમની જાણવી. સર્વેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
સંમૂર્ણિમ પંચંદ્રિય ગાય પ્રમુખનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાશી હજાર વર્ષનું, સંમૂર્ણિમપક્ષીનું બહોતેર હજાર વર્ષ, સંમૂર્ણિમ સર્પપ્રમુખનું ત્રેપન હજાર વર્ષ, સંમૂર્ણિમ ગેહ, નકુલનું બેતાળીસ હજાર વર્ષ આયુષ્ય જાણવું.
कायस्थिति.
કાયસ્થિતિ એટલે જે પુનઃ પુનઃ મરણ પામીને તેજ કાયમાં ઉપજે તેને કાયથિતિ કહે છે.
પૃથ્વીકાયઅપકાય, તેઉકાય, અને વાયુકાય, એ ચાર એકેંદ્રિયમાં ઉત્કૃષ્ટી કાયસ્થિતિ અસંખ્યાતી ઉસર્પિણ અવસર્પિણું પ્રમાણ જાણવી. સારાંશ કે જે પૃથ્વીકાયનો જીવ મરણ પામી પામીને ફરી તેજ કાયમાં ઉપજે પણ પિતાની કાયને મૂકે નહીં તો અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણું રહે. દશ કેડીકેડી સાગરોપમે એક ઉત્સમ્પિણી થાય, અને દશ ડિકેડી સાગરોપમે એક અવસર્પિણ
For Private And Personal Use Only