________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्पण पत्रिका. મુનિરાજ શાંતમૂર્તિ શ્રી વિજયજી મહારાજ !!!
આપનું સાધુ જીવન જૈનમમાં ઉપયોગી નીવડયું છે. મારી ગૃહસ્થ દશામાં મને આજેલ, વિજાપુર, મેસાણા, પાલીતાણુમાં તમારી સાધુદશાને સારો અનુભવ થયે છે. જૈનવેતાંબર મૂર્તિપૂજક કામમાં તમે ચારિત્રશીલ, ગુણગ્રાહક અને જૈન કેમની ઉન્નતિ માટે જીવનારા સંત છે. તમારામાં અનેક સદ્દગુણો ખીલ્યા છે. તમોએ જનમ અને જૈનેતર કામ ઉપર ઘણે ઉપકાર કર્યો છે, તમારી વૈરાગ્ય ત્યાગદશા સારી છે. હાલ તો થોડાં વર્ષથી તમે જનકામ સંધસેવા ભક્તિમાં વિશેષ પ્રાપ્ત કરે છે. ક્રિયાપાત્ર, ગુણી ઉપદેશક, પ્રભુભક્ત સંત તરીકે તમારો આત્મા વિકસિત થતો જાય છે, અન્ય મનુષ્યોની નિંદા ટીકાથી તમે ઘણું દૂર રહે છે, નકામમાં પ્રસંગે થતા ધાર્મિક કેટલા સંકુચિત હાનિકારક ઝઘડાઓથી દૂર રહો છો. જનમને સદાચારનો સારી રીતે બોધ આપે છે. મને તમારા કેટલાક વિચારો અનુકુલ ને હોય અને તમને પણ મારા ન હોય એમ કઈક જણાય તો પણ તમે અન્ય કેટલાક સાધુઓ કરતાં મતસહિષ્ણુતાઆદિમાં આગળ વધે છે. જન સંધમાં તમો હંસની પેઠે દૃષ્ટિ ધારક છે. મને તમારા ગુણને રાગ છે. અનેક સાધુઓના પરિચયમાં હું આવ્યો છું, છતાં કેટલીક બાબતોમાં તમે અન્ય સાધુઓ કરતાં ઘણું ઉત્તમ ઉદાર વિચારક આત્માર્થી સંત છે. તેથી ગુણાનુરાગે તમને આ તત્ત્વવિચાર પુસ્તકની અપણ પત્રિકા કરીને તમારા આત્માની સાથે આત્મક ગુણભાવને ધારણ કરવાને શુદ્ધ ગુણરાગ પ્રેમ પ્રકટ કરીને તમારા આત્માની પૂર્ણ ઉન્નતિ ઇચ્છું છું.
ॐ अह महावीर शान्तिः ३ મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર.
For Private And Personal Use Only