SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભુવનપતિઆદિથી તે સર્વાર્થસિદ્ધવિમાન પતના દેવતાને જઘન્યપણે એક સમયને ઉપજવાને વિરહકાળ હોય. ઉ૫પાત વિરહની પેઠે વન વિરહકાળ પણ જઘન્ય ઉત્કૃષ્ટ જાણ. એક, બે, ત્રણ, ચાર, સંખ્યાતા ને અસંખ્યાતા દેવતા એક સમયમાં ઉપજે અને ચવે. ભુવનપતિથી માંડીને સહસ્ત્રારદેવલેક સુધી જધન્યથકી એક સમય માટે જે ઉપજે તે એક, બે, ત્રણ ઉપજે તથા એવે અને ઉત્કૃષ્ટી સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે અને એવે, કેમકે સહસ્ત્રારદેવલોક પર્યત તિર્યંચ પણ જાય છે માટે અસંખ્યાતા ઉપજે અને ચે. આઠમા દેવલોકથી ઉપરના દેવતા એક સમયમાંહે સંખ્યાતા ઉપજે અને એવે, પણ અસંખ્યાતા નહીં, કેમકે ત્યાં મનુષ્યજ જઈ શકે છે અને ત્યાનો દેવતા ચવે તે પણ મનુષ્યજ થાય છે, તે માટે તે મનુષ્ય સંખ્યાતાજ છે. પર્યાપ્ત મનુષ્ય તથા પર્યાતા તિર્યંચ પચંદિય એ બે દેવતાની ગતિમાહ ઉપજે. અને શેષ દેવતા, નારકી, એકેદ્રિય, વિગલેંદ્રિય, વળી અપર્યાપ્તા પંકિય, તીર્થંચ અને મનુષ્ય એટલા મહેલે કોઈ જીવ મરીને દેવતા થાય નહીં. અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય તથા તિર્યંચ સર્વે નિશ્ચયે દેવતાની ગતિમાંહે અવતરે. સંમૂર્ણિમ મનુષ્ય મરીને ઉત્કૃષ્ટપણે ભુવનપતિ તથા વ્યંતરને વિષે જાય, પણ જ્યોતિષમાં ન જાય. પંચાગ્નિ તપનારા, મિથ્યાત્વી તપસ્વી, ઉત્કૃષ્ઠ રેષને ધારણ કરનારા, અહંકાર કરનારા, તપશ્ચર્યા કરતાં વૈરભાવને પ્રતિબંધ કરનારા જીવો મરી અસુરકુમાર ભુવનપતિમાંહે ઉપજે છે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy