________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
કંદમૂળ ભક્ષણ કરનાર વનવાસી તાપસ કાળ કરી જ્યોતિષી થઈ શકે છે. ચરક અને કપિલમતિ ત્રિદંડી ઉત્કૃષ્ટ બ્રહ્મદેવલે સુધી જઈ શકે છે. હાથી, બળદ, સંબળ–કંબલ જેવા સમ્યવધારી દેશવિરતિસહિત મરીને આઠમા સહસ્ત્રાદેવલેક સુધી જઈ શકે છે. દેશવિરતિ શ્રાવક કાળકરી બારમા દેવલોક સુધી જાય છે. રજોહરણાદિ સાધવેષધારી મિચ્છાદષ્ટિ હોય તે ક્રિયાના બળેકરી નવરૈવેયક સુધી જાય.
ચૌદ પૂર્વી સાધુ જઘન્યથકી છઠ્ઠી લાંતક દેવળેક સુધી જઈ શકે. તાપસ, સંન્યાસી, શાક્યાદિકને જઘન્યથકી બંતરમાં ઉપજવું હોય. શ્રી પન્નવણુજી સૂત્રમાણે તાપસને જઘન્યથકી ભુવનપતિમાંહે ઉપજવું કહ્યું છે.
જે શરીરના હાડને દઢ દઢતર બંધ તેને સંઘયણ કહે છે. સંધયણના ૬ ભેદ છે. ૧ વજઋષભનારાચસંઘયણ, ૨ ઋષભનારાચઘયણ, ૩ નારાચસંઘયણ, ૪ અર્ધનારાચસંધયણ, ૫ કલિકાસંઘયણ, ૬ સેવાસંધયણ.
ગલ જતિય ચ તથા મનુષ્યને છએ સંઘયણ હોય. સંમૂર્ણિમ પયિતિર્યંચ તથા સંમૂર્ણિમ મનુષ્યને એક સેવા સંઘયણ હોય છે.
વિગઠિયને છેવટ્ટો સંધયણ હોય. કમ્મપડિમાંહે સંમૂર્ણિમપં. ચંદ્રિયતિર્યંચને છએ સંધયણ કહ્યાં છે. તકેવલીગમ્ય. દેવતા તથા નારકી અસંઘયણી છે, કેમકે સંઘયણ તે હાડરચના વિશેષ છે, તે હાડ દેવતા તથા નારકીને નથી.
છેવટ્ટા સંઘયણવાળા જીવ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ચોથા દેવલોક સુધી જઈ શકે છે. કલિકાસંધયણવાળો પાંચમા અને છડ઼ા દેવલોક સુધી જઈ શકે છે. અર્ધનારાયસંધયણે આઠમા દેવલોક
For Private And Personal Use Only