________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩.
ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવતા અને નારક, એ ચારને ઉપપાત ને વિરહકાળ બાર મુહૂર્તને હોય એમાં પંચસંગ્રહ ગ્રંથની સાખ છે. સમૃછિમ મનુષ્યનો ઉત્કૃષ્ટ ઉપપાત અને વિરહકાળ ચોવીશ મુદ્દ
ને હોય છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાનવાસી દેવતાને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત ઉપજવાને વિરહકાળ છે. તેવાપછી બીજી કોઈ દેવતા અવશ્ય ઉપજે.
સનતકુમારે નવ દિવસ ને વશ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપજવાને વિરહકાળ છે. તેમજ મહેંદ્રદેવ કે બાર દિવસ ને દશ મુહૂર્ત, બ્રહ્મદેવલે કે સાડીબાવીશ દિવસ, લાંતપીસ્તાલીશ દિવસ, શુક્ર એંશી દિવસ, સહસ્ત્રારે સો દિવસ, આણત તથા પ્રાણતદેવ કે પ્રત્યેકે સંખ્યાતા માસને ઉપજવાને વિરહકાળ એટલે આણતે દશ માસ અને પ્રાણુતે અગિયાર માસ અને આરણ તથા અશ્રુત એ બે દેવલોક સંખ્યાના વર્ષને ઉપજવાને વિરહકાળ છે. પછી જરૂર બીજે દેવતા ઉપજે, તે જ્યાં સુધી સે વર્ષ પુરા ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ ગણવાં. નવરૈવેયકના પહેલા ત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ, બીજ મધ્યમ ત્રિક સંખ્યાતા હજાર વર્ષ અને ત્રીજા ઉપરના ત્રિકે સંખ્યાતા લાખ વર્ષને ઉપજવાને વિરહકાળ જાણે. જ્યાં સુધી સહસ્ત્ર વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ શત ગણવાં. જ્યાંસુધી લાખ વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ સહસ્ત્ર ગણવાં. જ્યાં સુધી કોડ વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાના વર્ષ લાખ ગણવાં. વિજય, વિજયંત, જયંત, અપરાજિત, એ ચાર વિમાનને વિષે પલ્યોપમનો અસંખ્યાત ભાગ વિરહાકાળી હોય છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં પલ્યોપમનો. સંખ્યાતમો ભામ ઉપપાત વિરહકાળ હોય પછી અવશ્ય બીજો દેવતા ઉપજે.
For Private And Personal Use Only