________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર.
મુખ્ય કારણ કર્મ છે. કમ એ વતુ પુદ્ગળ છે, અને તે જડ છે. આત્માને દુઃખકર્તા છે એ કર્મવસ્તુ અજ્ઞાનસ્વરૂપ છે. તેને વિશેષ અધિકાર આગળ કહેવામાં આવશે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ દેવલોક તથા ઈશાન દેવલેક સુધી ઉત્સધાંગુલ પ્રમાણ સાત હાથ શરીરમાન ઉત્કર્ટ જાણવું. ત્રીજા તથા ચોથા દેવલોકે છ હાથ શરીરમાન છે. બ્રહ્મ તથા લાંતકે પાંચ હાથ શરીરમાન, શુક્ર તથા સહસ્ત્રારે ચાર હાથ, આરણાદિક ચાર દેવ કે ત્રણ હાથ, રૈવેયકે બે હાથ અને અનુત્તર વિમાને એક હાથનું શરીરમાન જાણવું,
જે દેવતાના ભવમાં જ્યાં સુધી દેવતા જીવે ત્યાં સુધી જે શરીર ધારણ કરે તેને ભવધારણુંય શરીર કહે છે, અને કારણસર વિકર્વણા કરી શરીર નીપજવે તેને વૈક્રિય શરીર કહે છે. વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ એક લાખ યોજનનું કરે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતાને વિષે એકલું ભવધારણીય શરીર છે; પણ ઉત્તરવૈિક્રિય શરીર કરવાની શક્તિ છતાં તેનું કોઈ કામ પડતું નથી કે જે થકી તેના રહેવાસી દેવતાને તે ઉત્તરક્રિય શરીર કરવું પડે.
દેવતાને સ્વાભાવિક શરીર અને ઉત્તરક્રિયશરીર એ બન્ને પ્રારં. ભની વેળાએ અંગુળના અસંખ્યાતમે ભાગે હોય છે. અંગુળને અસંખ્યાતમો ભાગ જઘન્યથકી જાણવો.
સામાન્ય રીતે ચારે નિકાયના દેવતાને વિષે સમુચ્ચય બાર મુહૂર્તને ઉત્કૃષ્ટ ઉપજવાને વિરહકાળ જાણુ. ભાવાર્થ એ છે કે ચારે નિકાયના દેવતા નિરંતર ઉપજે છે. તે ઉપજવામાં કેવારેક ઉછુટું અંતર પડે તો સામાન્યપણે બાર મુહૂર્તનું પડે.
For Private And Personal Use Only