________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
સર્વ મળી વ્યંતરના બત્રીશ ઈદ્ર, ભુવનપતિના વીશ ઈ, યદ્યપિ ચંદ્ર સૂર્ય તે અસંખ્યાતા ઈ છે, તથાપિ જાતિની અપેક્ષાએ ચંદ્ર સૂર્ય બેજ ગણીએ માટે જ્યોતિષીના બે અને વૈમાનિકના દશ ઈદ્ર મળી ચેસઠ ઈંદ્ર ગણત્રીમાં છે. વ્યંતરના બત્રીશ ઈદ્રોને તથા જ્યોતિષીના બે ઈદ્રોને લેપાળ હેતા નથી, અને તેઓને ત્રાયન્નિશક દેવતાઓ પણ હોતા નથી.
મનુષ્યના ભેદ–૧ કર્મભૂમિને ૨ અકર્મભૂમિના, ૩ છપ્પન અંતરીપના. મનુષ્યના ૩૦૩ ભેદ થાય છે.
તિર્યંચના ભેદ–૧ જળચર, ૨ સ્થળચર, ૩ બેચર, ૪ ઉરપરિસર્ષ, ૫ ભુજપરિસર્પ. ૧ જળચર–માછલાં, મગર, કાચબા, ગ્રાહજતુ વગેરે. ૨ સ્થળચર–ગાય, ભેંસ, બળદ, ઉંટ, શ્વાન, બિલાડી વગેરે. ૩ ખેચર–કાગડા, ચકલી, હંસ, ગીધ, મેના, પિપટ, પારેવાં વગેરે ૪ ઉરપરિસર્પ-સર્પ વગેરે. ૫ ભુજપરિસર્ષ—નાળિયે, ખીસકોલી વગેરે.
મનુષ્યના ૩૦૩ ભેદ. દેવતાના ૧૯૮ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ. નારકીના ૧૪ ભેદ.
સરવાળે ૫૬૩ જીવના ભેદ જાણવા.
શરીર, સંસ્થાન, ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તાની હાનિ-વૃદ્ધિ અનુસાર જીવ જુદા જુદા કહેવામાં આવે છે. સારાં ખાટાં શરીર. સારી બેટાં સંસ્થાન અને અધિક ઓછી ઈદિ પામવી એનું
For Private And Personal Use Only