________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે જઈ ધરતી પુજી ત્યાં પૂજાનાં વસ્ત્ર સફેદ અને ફાટયાં વિનાની શુદ્ધ પહેરી અષ્ટ પટ મુખકેવ બાંધે. પછી પોતાના અંગે તિલક કરી હાથ ધોઈ અષ્ટ પ્રકારી પૂજા કરે. દેવપૂજા અવસરે ૧ મન, વચન, ૩ કાયા, ૪ વસ્ત્ર, ૫ ભૂમિ, ૬ પૂજાનાં ઉપકરણ એ સાત વાનાં શુદ્ધ રાખવાં. પૂજા વખતે પુરૂષે કદી સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમ સ્ત્રીએ પુરૂષનું વસ્ત્ર પહેરવું નહિ. જે પહેરે તે કામ તથા રાગની વૃદ્ધિ થાય. શુદ્ધ જળ લાવી પ્રભુને પખાળ કરી અંગભૂતણાવતી શરીર સૂકું કરે, પછી અષ્ટ પ્રકારી પૂજા કરે. અષ્ટ પ્રકારી પૂજાને ક્રમ–ચંદન, કુસુમ, ધૂપ, અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપ, જળ એ અષ્ટ પ્રકારી પૂજા જાણવી. કસ્તુરી-કેસર કપૂર તેણે કરીને મિશ્રિત મનહર ચંદનવડે રાગદ્વેષાદિક રહિત એસડ ઈદ્ર જેમ પૂજા કરી તેમ પૂજા કરવી તે પ્રથમ ચંદનપૂજા જાણવી. પછી જાઈ, જાસુસ, ગુલાબ, મોગરે કુંદ, ચંપક, મચકુંદ, સો પાંખડોના કમળ વગેરે પુષ્પોથી પૂજા કરવી તે દ્વિતીયા પુષ્પપૂજા જાણવી. કાળા અગરનો કરેલે, સાકર સહિત, ઘણું કપૂરે સહિત અને ઘણા પ્રયત્ન બનાવેલો એવો ધૂપ ભગવંત આગળ ઉખે તે તૃતીયા ધૂપપૂજા જાણવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવ મનમાં ચિંતવી ત્રણ ઢગલા અખંડિત સ્વચ્છ ચોખાના કરે, સ્વસ્તિક કરે તે ચતુથી અક્ષતપૂજા જાણવી. ભલા નાળિયેર, ફનસ, ૫૫નસ, બીજોરાં, સોપારી, આંબા પ્રમુખ ફળ મુકવા તે પંચમી ફળપૂજા જાણવી. ભલા લાડવા, વડ, માંડા, ચોખા, દાળ પ્રમુખ રસોઈ પકવાન વગેરે પ્રભુ આગળ ધરવાં તે પછી નૈવેદ્યપૂજા. પછી દીપક કરે તે સપ્તમી દીપપૂજા. પ્રભુ ઉપર જળની ધાર કરવી તે અષ્ટમી જળપૂજા જાણવી. પૂજા કરનાર
For Private And Personal Use Only