________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોત્ર ઉપજે તો શ્રેષ્ઠ કહેવાય અને જે નીચ ગેત્રે ઉપજે તે નિંદનીચ થાય. એ કર્મને અગુરુલઘુ ગુણ રક્ષાને સ્વભાવ છે.
અંતરાયકર્મ તે ભંડારી સમાન છે. જેમ રાજા દાન દેવરાવે પણ ભંડારી વિપરીત થકે ન આપે; તેમ એ કર્મના ઉદયથી જીવ દાનાદિક કરી શકે નહીં એ કર્મને અંતરાય કરવાને સ્વભાવ છે. ૨ સ્થિતિબંધ
૧ જ્ઞાનાવરણય, ૨ દર્શનાવરણીય, વેદનીય, અને ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીશ કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. મેહનીયકર્મની સીતેર કડાકેડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. નામ અને ગોત્રકર્મની વીશ કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે.
વેદનીયકર્મની જ સ્થિતિ બાર મુહૂર્તની છે. નામકર્મ અને ગેત્રિકર્મની જઘન્યસ્થિતિ આઠ મુહૂર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાય, એ પાંચે કર્મની અંતમુહૂર્તની જન્યસ્થિતિ જાણવી, ૩ રસબંધ
રાગાદિકરી ગ્રસ્ત જીવ અભવ્ય જીવની રાશિથી અનંતગુણ અને સિદ્ધના જીવોના રાશિને અનંતમે ભાગે એટલે પરમાણુએ કરી બનેલ ખંધ સમય સમયમાં ગ્રહણ કરે છે. તે દળિયાને વિષે પરમાણુ દીઠ કષાયના વશથકી સર્વ જીવના રાશિથી અનંતગુણું રસ વિભાગના પતિ છેદ હોય. તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, તથા મંદ, મંદતર, મંદતમાદિક અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ખ્યાશી પાપપ્રકતિને રસ સકલેશ (ખરાબ) પરિણામે કરી બંધાય છે અને શુભ બેંતાળીસ પુણ્યપ્રકૃતિને તીવ્ર રસ વિશુદ્ધિએ કરી બંધાય છે.
For Private And Personal Use Only