________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ પ્રકૃતિનો મંદ રસ અંકલેશ પરિણામે કરી બંધાય છે. અને અશુભ પ્રકૃતિનો મંદ રસ વિશુદ્ધિએ કરી બંધાય છે. અશુભ પ્રકૃતિને ચૌઠાણિયો રસ અનંતાનુબંધિયા કષાયે કરી બંધાય છે. ત્રિઠાણિ રસ અપ્રત્યાખ્યાનિયા કાકરી બંધાય છે. બેઠાણિયો રસ પ્રત્યાખ્યાનિયા કપાયે કરી બંધાય છે. અને એકઠાણિયો રસ સંજવલન કષાયે કરી બંધાય છે. તથા શુભ પ્રકૃતિનો રસ તેથકી વિપરીતપણે જાણવો, તે આવી રીતે-શુભ પ્રકૃતિને ચોઠાણિયો રસ સંજવલન કષાયે કરી બંધાય છે. તથા ત્રિાણિયો રસ પ્રત્યાખ્યાનિયા અને અપ્રત્યાખ્યાનિયા કપાયે કરી બંધાય છે. બેઠાણિ રસ અનંતાનુબંધિયા કપાયે કરી બંધાય છે, અને એકઠાણિ રસ તે શુભ પ્રકૃતિનો છે જ નહીં.
અંતરાયની પાંચ પ્રકૃતિ દેશદ્યાતિની છે. કેવળજ્ઞાનાવરણ વિના જ્ઞાનાવરણયની ચાર પ્રકૃતિ તથા કેવળદર્શનાવરણ વિના દર્શનાવરણીયની ત્રણ પ્રકૃતિ તથા સંજવલન કષાયની ચાર પ્રકૃતિ; એ સળ અને પુરૂષદ, એ સત્તર પ્રકૃતિને એકઠાણિયે, બેઠાણિયે, ત્રિાણિયે, અને ચૌઠાણિયે રસ પણ બંધાય. અને શેષ સર્વ શુભ યા અશુભ પ્રકૃતિને બેઠાણિયો, ત્રિમાણિયો તથા ચૌઠાણિયે રસ બંધાય પણ એકઠાણિ રસ ન બંધાય.
અશુભ પાપપ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કડવે જાણ અને શુભ પુણ્યપ્રકૃતિનો રસ શેલડીના રસની પેઠે મીઠે જાણ. જેમ લીંબડાને રસ આકરો તે એકઠાણિયો કડવો કહીએ તથા અગ્નિ ઉપર અર્ધ કઢયો અને અર્ધ રાખ્યો તે બેઠાણિયે કટુકતર કહીએ તથા તે રસના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર અવટાવીએ અને એક ભાગ રહે તે ત્રિકાણિયો કહુકમ કહીએ. તેજ રસના ચાર
For Private And Personal Use Only