________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અને તેને કરવાથી પ્રાણીઓને અવશ્યસુખ પ્રાપ્ત થાય છે તેમજ તેમના વશ થવાથી અવશ્ય દુઃખ થાય છે. વળી રાગદ્વેષમાં પ્રવૃત્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે છે. તે માટે તેઓને જય કરવામાંજ વિબુધજનોએ યત્ન કરે. રાગદ્વેષાદિક આંતરિક શત્રુઓને નાશ કરવામાં
તત્પર, સોળ પરિચ્છેદથી અનુગત ભાષાની સરલતા. અને શબ્દાર્થ વડે સુંદર એવી
શ્રી સુરસુંદરી નામે કથા–પ્રબંધ પ્રાકૃત ગાથાઓથી રચેલે છે. તેનું ગુર્જર ભાષામાં વિવેચન કરવામાં આવે છે. બુદ્ધિહીનપુરૂષોને બેધ. મળે અને બુદ્ધિમાન લેકેનું ચિત્ત રંજન થાય, એ બને એક સાથે કરવા માટે કવિઓએ શક્તિમાન થવાતું નથી.
કારણ કે અલંકારસહિત યમક ઝમકવાળી વર્ણઘટનાથી વિબુધજન પ્રસન્ન થાય છે, તેમજ સ્પષ્ટ અને સુંદર અર્થવાળું કાવ્ય અબુધ લોકેને બોધદાયક થાય છે જેથી તેઓ બનેને એક સાથે રંજન કરવા માટે શક્તિમાન થવાતું નથી. કારણ કે એક પક્ષને ગ્રહણ કરતાં બીજો પક્ષ અવશ્ય નષ્ટ થાય છે. જો કે પોતાના ગુરૂશ્રીના ચરણકમળના પ્રસાદથી ઉપમા, લેષ, રૂપક અને વર્ણઘટનાથી સુંદર કાવ્યો રચવામાં
હારી અપૂર્વશક્તિ છે. પરંતુ આ પ્રસ્તુતકાવ્યમાં તેવું અલંકારાદિમિશ્રિત વર્ણન કરવામાં આવશે નહીં. માત્ર બાલજીના સુબોધ માટે સ્પષ્ટાર્થવાળી કથા કહેવામાં આવે છે. મહારા–મહાટી, પિતાના ગુરૂની હેન તેમજ અલંઘનીય છે
For Private And Personal Use Only