________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. અથવા સુઘટિત એવા બન્ને સ્કંધ ઉપર ઉઠતે છે કેશકલાપ જેમને, તેમજ સુવર્ણ સમાન છે આકૃતિ જેમની એવા જે આદિનાથ ભગવાનની મૂર્તિ, કજલ સમેત દીપશિખાની માફક શેભે છે.
જેમને પ્રણામ કરવાથી અનેક વિઘસમુદાય પણ નિમૂલ થાય છે, એવા શ્રીષભદેવ ભગવાનના ચરણકમલને નમ્રભાવથી પ્રથમ હું નમન કરું છું.
જેઓ એ જન્મ સમયે અમરેંદ્ર અને રાગાદિક શત્રુએને પણ એક સાથે પચવ (પાંચરૂપ=મરણપણ) ને પમાડયા છે એવા શ્રી અજીતાદિજીનેંદ્રોને હું નમસ્કાર કરું છું.
જન્મ થયા બાદ મેરગિરિના શિખર ઉપર દેવેદ્રોએ કરેલા જન્માભિષેકના સમયે શકેંદ્રના કુવિલ્પને દૂર કરવા માટે પ્રયત્ન શીલ એવા શ્રીજીને ભગવાનનું અનંત સામર્થ્ય જઈ પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વી દેવી, રાગાદિકશત્રુઓની સેનાની માફક અત્યંત કંપવા લાગી. તેમજ વંદનસમયે જેની અંદર ત્રણે લોક પ્રતિબિંબિત થયેલા છે. એવો શ્રીજીને ભગવાનના વિશુદ્ધ ચરણનખને સમૂહ ગર્વિષ્ઠ થૈને કેવલજ્ઞાનની સ્પધોને ધારણ કરે છે.
વળી વંદનના સમયે જે જીતેંદ્રભગવાનના નિમલ એવા ચરણોમાં પડયાં છે પ્રતિબિંબ જેમનાં એવા દે પિતાના અગીયાર ગુણ-સ્વરૂપને પામી બહુ ખુશી થાય છે.
જેમના ચરણકમલમાં અનેક દેવેંદ્ર અને નરેંદ્રોના સમૂહ લૂઠી રહ્યા છે તેમજ મોક્ષગતિને પ્રાપ્ત થયેલા
For Private And Personal Use Only