________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય તો પણ તે કોઈ સ્થલે કાવ્ય કહી શકાય એમ કાવ્યપ્રકાશમાં મમ્મટભટ્ટનું મંતવ્ય છે. “વારથો જુorizયુઃ ફરાર્થને ” આ કાવ્ય શબ્દ ગુણ અને અલંકાર સહિત શબ્દ તથા અર્થમાં પ્રવર્તે છે. એમ કાવ્યાલંકારની વૃત્તિમાં વામન ભટ્ટનું કહેવું છે. “દાન્યામ વાક્ય વચમ્ ” વનિબોધક જે વાક્ય હેય તેને કાવ્ય સમજવું. એમ વ્યક્તિ વિવેક ગ્રંથમાં મહિમભટ્ટ કહે છે. તેમજ પ્રભાકરાદક પંડિતોએ કહેલા કાવ્યના સામાન્ય લક્ષણની કેટલાક અંશમાં અહીં સંÍત થાય છે પરંતુ “મરિયાથપ્રતિcવવાર
: ૬ રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દ હોય તે કાવ્ય કહેવાય, એમ રસગંગાધરમાં જગન્નાથ પડતનો ઉલ્લેખ છે. “વારે રામ વાળમ” રસાત્મક જે વાક્ય હોય તહેને કાવ્ય કહી શકાય, એમ સાહિત્યદર્પણમાં વિશ્વનાથ કવિરાજનો ઉલ્લેખ છે. "ી (ક્ષળિ) તા વિદ્યાર્થવ્યવછિન્ન પતાવટ” ઈષ્ટાઈની પ્રતિપાદન કરનારી જેમાં પણ રહેલી હોય તે કાવ્ય કહેવાય છે. એમ કાવ્યાદર્શમાં દંડી કવિનો લેખ છે. “સત્તા પત સુવિઘવાધજે વા છેરસ અને અલંકારોથી યુક્ત સુખ વિશેષનું જે સાધન હોય તેને કાવ્ય કહેવામાં આવે છે એ પ્રમાણે અલંકાર શેખરમાં કેશવમિત્રનો ઉલ્લેખ છે. “વાર્થ
જિમ વાચ” જેનાં વાકયો રસાદિકથી ગ્રસ્ત હોય તે કાવ્ય કહેવાય એમ અલંકાર સૂત્રકારિકા ગ્રંથમાં શૌદ્ધોદનિ પંડિતનું મંતવ્ય છે. આ પ્રમાણે કાવ્યના સામાન્ય લક્ષણોથી આચરિત્રને કાવ્ય કહેવામાં કોઈપણુ દોષ નથી. વળી પ્રસિદ્ધ કાવ્યોમાં પણ દરેક લક્ષણોનો સમન્વય થે તો ઘણું મુશ્કેલ છે. કારણકે તેમાં પણ નિત્યાનિત્યાદિ દોષને કવચિત સંભવ રહી શકે છે. માટે અહીંયાં કાવ્યલક્ષણ ઘટવામાં બાધ નથી. તેમજ આ પ્રસ્તુત ગ્રંથને મહાકાવ્યપણું કહી શકાય, કારણકે સર્ગબંધ જેમાં રચેલા હોય, ધીર અને ઉદાત્ત ગુણવાનસુર અથવા ઉત્તમ કુલવાનું ક્ષત્રિય નાયક હય, ( અહીં નાયકના ઉપલ
For Private And Personal Use Only