________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिच्छेदोन यत्र स्याद् , नस्याबालम्भकाक्वचित् । सा कथा नाम तद्गर्भ, निबध्नीयाचतुष्पदीम् ॥२॥
અર્થ-જે ગ્રંથની અંદર કવિએ સંક્ષેપથી લેવડે વંશનું પ્રશંસાપૂર્વક વર્ણન કરેલું હોય, તેમજ મુખ્ય અર્થના અવતરણ માટે કથાતરને ઉદ્દેશ કરવામાં આવે, વળી જેની અંદર પરિચ્છેદ કિંવા કોઈ ઠેકાણે લંભક હોય નહીં તેને કથા કહેવામાં આવે છે. અને તેના મધ્યભાગમાં ચતુષ્પદીનું નિબંધન કરવામાં આવે છે” આ પ્રમાણે અમિપુરાણમાં કહેલું કથાનું લક્ષણ સંપૂર્ણપણે ઘટતું નથી. પરંતુ કેટલાક અંશે તે ઘટે છે. તેમજ-“ધરાન્તનાથવા શેર વા સમrષા થા, અર્થ-ધીર અને શાંત ગુણી જેમાં નાયક હોય, તેમજ ગદ્ય અથવા પધવડે સર્વ ભાષામાં વર્ણવેલી કથા કહેવાય, અહીં નાયક શબ્દ ઉપલક્ષણ માત્ર મૂકવામાં આવે છે. તેથી નાયિકા પણ લઈ શકાય છે. આ કથાની અંદર સુરસુંદરી નાયિકા છે. આ પ્રમાણે શ્રીહેમચંદ્રાચાર્ય કૃત કાવ્યાનુશાસનમાં સ્પષ્ટ કથાલક્ષણ બતાવ્યું છે. તેલક્ષણ અહીં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. માટે આચરિત્રને કથા નામ આપ્યું છે તે યથાર્થ છે તેથી ગ્રંથકારે પોતે પ્રારંભમાં “વોદ સંસી , વહંતુ કુરકુરા નાન” વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સુરસુન્દરી નામે કથાને હું કહીશ, તેમજ દરેક પરિચ્છેદની સમાપ્તિમાં “કુરકુન્હીનામાપ, દાઇ પ જિજ ”આ પ્રમાણે સ્થાને નિર્દેશ કરે છે. વળી આ ગ્રંથકર્તાએ સામાન્ય વિશેષનો ભેદ છેડી દઈને અહીં કથા વ્યપદેશ કરેલો છે તે ઉચિત છે. તેમજ આપઘબંધ ગ્રંથમાં સળ પરિચ્છેદ આપેલા છે અને દરેક પરિચ્છેદમાં અઢીસો ગાથાઓ રહેલી છે. માત્ર છેવટના સોળમા. પરિચ્છેદમાં એક ગાથા વધારે અપવાદ તરીકે આપેલી છે. દરેક પરિછેદમાં સમાન ગાથાઓ રાખી છે. તેવા વક્તવ્યને ઉદ્દેશ નહતો કે સર્વત્ર સરખી ગાથાઓજ રાખવી, પરંતુ સ્વાભાવિક આ પ્રમાણે પ્રબંધ.
For Private And Personal Use Only