________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામે યક્ષને કહ્યું કે ત્યારે શ્રીજીનેશ્વરસૂરિની પાસે જઈને “મ, સ, ટ, સ, ટ, આ પાંચ અક્ષરે કહેવા. એમનો અર્થ ગુરૂશ્રી પોતે જ જાણશે. તે સમયે યક્ષ સૂરશ્રીની પાસે આવ્યો અને તે દેવના કહ્યા પ્રમાણે તેણે પાંચ અક્ષરો કહ્યા. બાદ ગુરૂ મહારાજે તેમનો અર્થ કહ્યો, તઘથાमरुदेवी नाम अजा, गणिनी जा आसि तुम्ह गच्छम्भि। सग्गम्मि गया पढमे, देवो जाओ महड्ढीओ ॥१॥ टक्कलयम्मि विमाणे, दोसागर आउसो समुप्पन्ना।। समणेसम्सजिणेसर-मूरिस्स इय संकहिज्जासु ॥२॥ टक्कउरे जिणवंदण-निमित्तमिह आगएण देवेण । चरणम्मि उज्जमो तो, कायन्वो किं च सेसेहिं ? ||३||
અર્થ–મહારા ગ૭માં મરૂદેવીનામે જે ગણિતી હતી તે સાબી પ્રથમ દેવલેકમાં ગયેલી છે અને ત્યાં ટક્કલ નામે વિમાનમાં બે સાગરોપમ આયુષધારી મહર્દિકદેવ થયેલ છે. એ પ્રમાણે શ્રમના અધિપતિ એવા શ્રીજીનેશ્વરસૂરિને કહેવું એમ અહીયાં ટકપુરમાં શ્રી જીનવંદનમાટે આવેલા તે દેવે કહેવરાવ્યું છે. માટે ચારિત્રનેવિષે તય્યારે ઉદ્યમ કરવો અન્ય સાધનથી શું થવાનું છે ? આ પ્રમાણે મહાજ્ઞાની એવા શ્રીજીનેશ્વરસૂરિપ્રાંતમાં અનશન કરી સ્વર્ગલોકમાં ગયા.
વળી કેટલાક આચાર્યો વિક્રમ સંવત્ ૧૦૨૪માં આ શ્રીજીનેશ્વરસૂરિથી જ ખરતર ગચ્છની ઉત્પત્તિ માને છે. પરંતુ કેટલાક અન્ય આચાર્યો આ મતને માનતાનથી. કારણકે-જીનેશ્વરસૂરિ વિક્રમ ૧૦૨૪ માં વિદ્યમાન હતા તેજ સાબીત કરવું મુશ્કેલ છે. વિ૦ ૧૦૮૦માં તેમણે અષ્ટકત્તિ રચેલી છે. તેમાં પિતે જણાવ્યું છે કે વિ૦ ૧૦૮૮ માં તેમણેજ પિતાના શિષ્ય અભયદેવસૂરિને આચાર્યપદ આપેલું છે તે સર્વ સંમત અને પ્રસિદ્ધ છે. હવે આથી પહેલાં ૨૪ ની શાલનું ઘણું અંતર પડી જાય છે. તે સમયે તેમની વિદ્યમાનતાનો સંભવ લાગતો નથી.
For Private And Personal Use Only