________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
નથી. તમે કેમ આવું અશુદ્ધ ભણાવો છો ? ત્યારે બ્રાહ્મણ બોલ્યોતમને વેદાર્થનું જ્ઞાન ક્યાંથી ? અને જે જાણતા હોવ તો તમેજ આ પદને અર્થ કહે. એ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી ગુરૂશ્રીએ જે જે એના સંદેહ હતા તે સર્વે દૂર કરી નાખ્યા. પછી સંતુષ્ટ થઈ પુરોહિત બેલ્યો. આપનું નિવાસસ્થાન કોણ છે ? આપના પિતાશ્રીનું નામ શું ? ગુરૂશ્રીએ જણાવ્યું કે વારાણસી નગરી અહારું સ્થાન છે અને સમ બ્રાહ્મણ પિતા છે. તે સાંભળી પુરોહિતે જાણ્યું કે આ તો મહારા ભાગિનેય (ભાણેજ) છે, ત્યારબાદ તેણે બહુ માનપૂર્વક તેમને પિતાના ઘેર રાખ્યા બાદ તે વાત્તાં ચૈત્યવાસી લેકના જાણવામાં આવી એટલે તેઓ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. જીનેશ્વરસૂરિ અહીં આવ્યા છે. વળી તેઓ સંગ રંગમાં બહુજ ભીંજાયેલા છે અને આપણું તો શિથિલ તેમજ આચારહીન છીએ. માટે કઈ પણ પ્રકારે એમને આ નગરમાંથી વિદાય કરવા જોઈએ. અન્યથા આપણી બહુ નિંદા થશે. એમ વિચાર કરી કેટલાક ચૈત્યવાસી એકઠા થઈ દુર્લભરાજની પાસે ગયા અને તેમણે કહ્યું કે મહારાજ ? આપના આ નગરમાં દીલ્લીથી ગ્રંથિઓટકા (ચેર લોકે) આવેલા છે અને તેઓ આપના પુરોહિતને ત્યાં રહેલા છે. એ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ પુરોહિતને બોલાવીને પૂછ્યું. તન્હારે ત્યાં ચોર આવ્યા છે, એમ અહારા સાંભળવામાં આવ્યું છે ત્યારે પુરોહિતે કહ્યું હે રાજન્ ? મહારે ત્યાં તો શુદ્ધ આચારવાળા સન્માર્ગ સંચારી મુનીશ્વર આવેલા છે. ચોર તો નથી આવ્યા. પરંતુ જે કાઈપણ તેમને ચેર કહેતા હોય તેઓજ ચોર હશે. એમ પુરોહિતનું વચન સાંભળી રાજાએ તેમનો આચાર જોવા માટે શ્રીજીનેશ્વરસૂરિને પિતાની પાસે બોલાવ્યા. ગુરૂમહારાજ ત્યાં પધાર્યા. સભાની અંદર પાથરેલા આસ્તરણને દૂર કરી રજોહરણ ( ઘા)વડે ભૂમિને શુદ્ધ કરી ઈર્યા પથિકી કર્યા બાદ પોતાની કંબલ પાથરીને તેઓ બેઠા. આ પ્રમાણે સદ્દગુરૂને આચાર જોઇને રાજાના હૃદયમાં બહુ આનંદ થયો. અને તેણે કહ્યું કે
For Private And Personal Use Only