________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવારના પર તેટલામાં
દશા અને
ષોડશ પરિચ્છેદ
પ૭ શિખર ઉપર ગયો, તેમજ વૈતાઢયવાસી સર્વે વિદ્યારે પણ
હેટા ઉત્સવ વડે ત્યાં ગયા, ગાંધર્વ લોકોના મૃત્યસાથે હેટા વિસ્તારથી અઠ્ઠાઈ મહત્સવ ચાલે છે. તેટલામાં ગંગાવત્ત નગરમાંથી અનેક વિદ્યાધરેના પરિવાર સહિત અને સુંદર રૂપ વાળી અનંગવેગ નામે એક કન્યા ત્યાં આવી, યુવરાજની દષ્ટિ તેણીની ઉપર પડી અને અનંતગાએ પણ સ્નિગ્ધ દષ્ટિપાતવડે કુમારને જોયો. કામનાં બાણેથી વીંધાયેલો કુમાર તરતજ પરાધીન થઈ ગયે. બાદ અનંગકેતુ કુમારે વસંત નામે પોતાના મિત્રને પૂછ્યું. હે ભદ્ર ? આ સુંદર રૂપવાળી સ્ત્રી કોની છે ? એણીના પિતાનું નામ શું છે? તેમજ એણનું નામ શું છે? એપ્રમાણે કુમારનું વચન સાંભળી વસંત છે. ગંગાવત્ત નગરમાં શ્રીગધવાહન રાજા છે. મદનાવલી નામે તેની સ્ત્રી છે. તેને પ્રથમ નરવાહન મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્રો હતા, તેઓ વિદ્યાના બલથી બહુ ગર્વિષ્ઠ અને શૂરવીર હતા. પોતાના પિતાની સાથે નરવાહન રાજાએ દીક્ષા લીધી એટલે મકરકેતુ રાજ્યગાદીએ બેઠો. બાદ તે પણ વિદ્યા સાધવા માટે નિર્જન અરણ્યની અંદર વંશજલીમાં બેઠો હતો, ત્યારે હારા પિતાએ પોતાના પ્રમાદને લીધે વાંસડાના જાળાને કાપતાં હેને મારી નાખ્યું. તે જોઈ બહુ દયાનેલીધેલ્હારા પિતાએ તે મેઘનાદને હેનારાજ્યમાં સ્થાપન કર્યો અને એને ઘણું નગર તથા ગામે આપ્યાં. પછી ચિત્રગતિ વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પદ્યોદરા નામે પુત્રી હેને આપી. તેણની આ મદનગાનામે કન્યા છે. પરંતુ હે કુમાર? કંચન. દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલે અને જલકાંત વિદ્યાધરને પુત્ર જલગ વિદ્યાધર તેણીનાં માતાપિતાની પાસે તેણીની
For Private And Personal Use Only